- Advertisement -

શનિ પ્રદોષ વ્રત કરનાર પર ભોલેનાથની બની રહે છે કૃપા, આવો જાણીએ આ વ્રત કરવાની વિધિ

- Advertisement -

શનિવારના રોજ ૧૩ તિથિએ થતું વ્રત શનિ પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે. ભગવાન ભોલેનાથની અસીમ કૃપા મેળવવા માટે તેમના ભક્તગણ દ્વારા ખુબજ શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરવામાં આવે છે, પ્રદોષ વ્રત દર માસના સુદ અને વદ પક્ષની ૧૩ તિથિએ કરવામાં આવે છે. પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત પછી અને રાત થતા પહેલાનો સમય, શાસ્ત્રમાં વ્રત કરવા માટેનું વિધાન બતાવવામાં આવ્યું છે.

- Advertisement -

જો ૧૩ તિથિ……
સોમવારે આવે તો સોમ પ્રદોષ
મંગળવારે આવે તો ભૌમ પ્રદોષ
શનિવારે આવે તો શનિ પ્રદોષ તરીકે ઓળખાય છે.

- Advertisement -

સ્કંદ પુરાણ અને મદન રત્નમાં શનિ પ્રદોષ વ્રતની વાત વર્ણવેલ છે, તેમાં સ્કંદ પુરાણમાં કારતક માસ અને શ્રાવણ માસની સુદ ૧૩ ના રોજ શનિવાર હોયતો આ શનિ પ્રદોષ વ્રતની વિશિષ્ટ વાતનું વર્ણન થયેલ છે. સ્કંદ પુરાણ મુજબ જે મનુષ્ય વિધિસર પ્રદોષ વ્રત કરે છે તેને ભગવાન ભોલેનાથની કૃપાથી સારું આરોગ્ય, ઐશ્વર્ય, સંતતિ મળે છે ઉપરાંત રોગ અને શત્રુ પર વિજય થાય છે. મદન રત્ન ગ્રંથમાં શનિ પ્રદોષ વ્રત કરવાથી શુભ અને મનોવાંછિત ફળ મળે છે તેવું વર્ણન કરેલ છે.

- Advertisement -

ધર્મ સિંધુ ગ્રંથ મુજબ ૧૩ તિથિએ પ્રદોષ વ્રત દરમિયાન પ્રદોષકાળમાં ભગવાન શિવનું શ્રદ્ધા પૂર્વક પૂજન કરવું જોઈએ. પ્રદોષ વ્રતની વિધિસરની માહિતી કોઈપણ વિદ્વાન પાસેથી મેળવી શકાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -