- Advertisement -

તુલસીની સાથે ક્યારેય ન કરતા આ 7 ભૂલ, નહીં તો લક્ષ્‍‍મીજી મોઢું ફેરવી દેશે, થઇ જશો કંગાળ!

- Advertisement -

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિકની સાથે સાથે તુલસીનું આયુર્વેદમાં પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તુલસીમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુણ રહેલા છે. ભગવાન વિષ્ણુને આ છોડ અતિપ્રિય હોવાનું માનવામાં આવે છે.

- Advertisement -

માન્યતા છે કે, તુલસીના છોડમાં માઁ લક્ષ્‍મીનો વાસ હોય છે. આ કારણોસર તુલસીના છોડને લગાવવાથી લઈને તેને તોડવાના પણ અનેક નિયમ દર્શાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, આ નિયમોને ધ્યાનમાં ના લેવાથી માઁ લક્ષ્‍મી નારાજ થઈ શકે છે.

- Advertisement -

તુલસીના છોડ માટેના નિયમ

- Advertisement -

ધાર્મિક માન્યતા અનુસાર રવિવારે તુલસીના છોડમાં જળ અર્પણ ના કરવું જોઈએ અને તેના પાન પણ ના તોડવા જોઈએ.
તુલસીના છોડને અંધારામાં ના રાખવો જોઈએ, સાંજે તુલસીના છોડ પાસે એક દીવો કરવો જોઈએ.
તુલસીના પાન સુકાઈ જાય તો, ફેંકવા ના જોઈએ. તે પાન ધોઈને તુલસીના છોડની માટીમાં નાખી દેવા જોઈએ.
તુલસીનો છોડ સુકાવો ના જોઈએ, નહીંતર તે અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ લીલોછમ રહેવો જોઈએ. કારણ વગર તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તો તે આર્થિક નુકસાનનો સંકેત આપે છે.
તુલસીનો છોડ લગાવતા સમયે દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ના રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે.
કાંટાદાર છોડની સાથે તુલસીનો છોડ ના લગાવવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

- Advertisement -
- Advertisement -