- Advertisement -

રવિ બિશ્નોઈએ હવામાં છલાંગ લગાવીને એક હાથે ઝડપ્યો કેન વિલિયમસનનો કેચ

- Advertisement -

લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ ફોલો થ્રૂમાં ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસનનો અદ્ભુત કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઈને લખનૌ સુપર જાયન્ટ્સના ફિલ્ડીંગ કોચ જોન્ટી રોડ્ઝ પણ ખુશ થઈ ગયા હતા. લખનૌ સુપર જાયન્ટસે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ સારી શરૂઆત કરાવી હતી, પરંતુ કેપ્ટન શુભમનગીલના આઉટ થતાં જ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન એક પછી એક આઉટ થતા ગયા.

- Advertisement -

164 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી હતી. 7 ઓવર સુધી 56 રનમાં માત્ર 1 વિકેટ પડી હતી. ગુજરાત ટાઈટન્સની ઇનિંગ્સની 8મી ઓવરના બીજા બોલ પર રવિ બિશ્નોઈએ કેન વિલિયમસનની વિકેટ ઝડપી હતી.

- Advertisement -

રવિ બિશ્નોઈએ સ્ટ્રાઈક પર રહેલા કેન વિલિયમસનને આઠમી ઓવરનો બીજો બોલ નાખ્યો હતો. બેટ્સમેને સીધા શોટ મારવાનો પ્રયાસ કર્યોને રવિએ હવામાં છલાંગ લગાવીને કેચ દબોચ્યો. વિલિયમસનનો શોટ 22-યાર્ડ વિસ્તારને પાર કરી શકે તે પહેલાં જ બિશ્નોઈએ કેચ ઝડપી લીધો.રવિ બિશ્નોઈએ માત્ર 3 સેકન્ડમાં આ કેચ ઝડપ્યો હતો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

- Advertisement -
- Advertisement -