- Advertisement -

IPLની વચ્ચે મોહમ્મદ શમીની ફિટનેસને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે કરશે વાપસી

- Advertisement -
  • વાસ્તવમાં ઈજાના કારણે શમી કેટલાક સમયથી ક્રિકેટથી દૂર હતો
  • ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે શમી
  • હાલમાં સપોર્ટ સાથે ખેલાડી ઊભો થતો મળ્યો જોવા

મોહમ્મદ શમી ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. પરંતુ વર્લ્ડ કપ બાદ શમી મેદાનમાં પરત ફરી શક્યો નહોતો. વાસ્તવમાં ઈજાના કારણે શમી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે.

- Advertisement -

તેને એડીમાં ઈજા થઈ હતી અને તે આ ઈજા સાથે વર્લ્ડ કપ રમ્યો હતો. જો કે, શમીએ 26 ફેબ્રુઆરીના રોજ સર્જરી કરાવી હતી અને હવે IPL 2024 દરમિયાન તેની ફિટનેસ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈજાના કારણે તે IPL રમી શક્યો ન હતો. તો ચાલો જાણીએ કે તેનું લેટેસ્ટ ફિટનેસ અપડેટ શું કહે છે અને શમી ક્યારે મેદાનમાં પરત ફરી શકે છે.

- Advertisement -

શમીએ શેર કર્યો ફોટો

- Advertisement -

વાસ્તવમાં અત્યાર સુધી શમી બેડ રેસ્ટ પર હતો, પરંતુ હવે તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના પગ પર આધાર લઈને ઉભો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન તેણે શોર્ટ્સ અને પીળી ટી-શર્ટ પહેરી છે. તસવીરને કેપ્શન આપતા ભારતીય ફાસ્ટ બોલરે લખ્યું, “ટ્રેક પર પરત અને સફળતા માટે ભૂખ્યા. રસ્તો ભલે અઘરો હોય, પણ મંઝિલ સાર્થક છે.”

ક્યારે મેદાનમાં આવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2024ની શરૂઆત પહેલા શમી વિશે અપડેટ આપતા કહ્યું હતું કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાંથી બહાર થઈ જશે. આ સિવાય બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલર જૂનમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024માં ભાગ લઈ શકશે નહીં. તે જ સમયે, તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ODI વર્લ્ડ કપ 2023માં અજાયબીઓ કરી

વર્લ્ડ કપની પ્રથમ ચાર મેચમાંથી બહાર થયા બાદ શમીને પાંચમી મેચથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે ટૂર્નામેન્ટમાં કુલ 7 મેચ રમી હતી. 7 મેચોમાં, ભારતીય પેસરે 10.70ની એવરેજથી 24 વિકેટ લીધી હતી, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ 7/57 હતો.

- Advertisement -
- Advertisement -