- Advertisement -

IPL માં ફરી સુરક્ષા ચૂક : પ્રશંસક મેદાન પર કોહલી સુધી પહોંચી ગયો

- Advertisement -

આઇપીએલની વધુ એક મેચમાં સુરક્ષા ચૂક સર્જાઇ હતી અને ક્રિકેટ ફેન મેદાન પર વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આ મેચમાં એક આશ્ર્વર્યજનક ઘટના જોવા મળી, જ્યારે એક યુવા પ્રશંસક વિરાટ કોહલીને મળવા મેદાનની વચ્ચે આવ્યો. તે પ્રશંસકે છઈઇનો શર્ટ પહેર્યો હતો, જેની પાછળ વિરાટ કોહલીનું નામ અને જર્સી નંબર લખેલ હતો. તે ફેન કોહલીને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો.

- Advertisement -

જો કે તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં દોડી આવ્યા હતા અને ફેનને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો. આ સિઝનમાં ત્રીજી વખત ખેલાડીઓની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી છે. 1 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘૂસી ગયો અને રોહિત શર્મા અને ઈશાન કિશન સુધી પહોંચી ગયો. ત્યારબાદ રોહિત સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઈશાન વિકેટ કીપિંગ કરી રહ્યો હતો.

- Advertisement -

અચાનક તેમની પાછળ બહારના વ્યક્તિને જોઈને પહેલા રોહિત અને પછી ઈશાન ડરી ગયા. આ પછી સુરક્ષાકર્મીઓ આવ્યા અને દર્શકને પકડીને મેદાનની બહાર લઈ ગયા.

- Advertisement -

આ પહેલા 25 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિઓ જોવા મળી હતી. ત્યારે પણ અચાનક એક ફેન વિરાટ કોહલીને મળવા માટે તેની પાસે પહોંચ્યો હતો. ત્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. તે ફેન સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. તે પ્રશંસકે કોહલીના પગને પણ સ્પર્શ કર્યો હતો. બાદમાં સુરક્ષાકર્મીઓએ ફેનને પકડીને બહાર કાઢ્યો હતો.

- Advertisement -
- Advertisement -