- Advertisement -

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી નાખુશ છે જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ? ફેમસ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષ ભોગલેએ કર્યો મોટો દાવો

- Advertisement -

આઈપીએલ 2024માં ટૂર્નામેન્ટની સૌથી સફળ ફ્રેન્ચાઈઝમાંની એક એવી પાંચ વખત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સતત ચર્ચામાં છે. આઈપીએલની 17મી સિઝન પહેલા મુંબઈએ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને
હાર્દિક પંડ્યા
ને કેપ્ટનશિપની જવાબદારી સોંપી દીધી હતી. ત્યારે શરૂ થયેલ ડ્રામા અત્યાર સુધી ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી.

- Advertisement -

હવે આ મામલે ફેમસ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષ ભોગલેએ મોટો દાવો કર્યો છે. હર્ષ ભોગલેએ પોતાના યૂટ્યૂબ ચેનલ પર દાવો કર્યો છે કે, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના નિર્ણયથી ખુશ નથી. કારણ કે, રોહિત પછી બુમરાહ અને સૂર્યા આ ટીમના સૌથી સીનિયર ખેલાડી છે. આ સિવાય સૂર્યા મુંબઈ માટે પહેલા પણ કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. જ્યારે બુમરાહ ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે. આ સાથે જ તેને ભારત માટે ટેસ્ટમાં પણ કેપ્ટનશિપ કરી છે.

- Advertisement -

હર્ષ ભોગલેએ વધુમાં જણાવ્યું કે, ગૌતમ ગંભીરે સૂર્યાની ક્ષમતાને ઓળખીને પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સનો વાઈસ કેપ્ટન બનાવી દીધો હતો. સૂર્યા વિચારી રહી હશે કે જો રોહિત નહીં તો હું કેમ નહીં. આ પ્રકારે બુમરાહ પણ વિચારી રહ્યો હતો. કારણ કે, તે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તે એક શાનદાર બોલર છે, ગેમને સારી રીતે રીડ કરે છે અને તે આ સમયે ભારતીય ટીમમાં સૌથી મહત્ત્વનો ખેલાડી છે. આ તમામ વસ્તુઓને જોતા લાગે છે કે, બંને ખેલાડી હાર્દિકની કેપ્ટનશિપથી નારાજ છે.

- Advertisement -

આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી શકી નથી. મુંબઈને પ્રથમ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ટીમે ચોથી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને વાનખેડે સ્ટેડિયમમાં માત આપીને જીત મેળવી હતી. પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 2 પોઈન્ટ સાથે 8માં સ્થાને છે.

- Advertisement -
- Advertisement -