- Advertisement -

DRSને લઈને થયો વિવાદ, અમ્પાયર સાથે ભિડ્યો શુભમન ગિલ; વીડિયો વાયરલ

- Advertisement -
  • લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ
  • લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • DRS મુદ્દે શુભમન ગિલે અમ્પાયર સાથે કરી દલીલ

IPL 2024માં 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં લખનૌની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. મેચમાં લખનૌની બેટિંગ દરમિયાન થોડી મુશ્કેલી પડી હતી.

- Advertisement -

જે ડીઆરએસને લઈને થયું હતું. જે બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને અન્ય કેટલાક ખેલાડીઓ અમ્પાયર સામે દલીલ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે ફિલ્ડ અમ્પાયરને પ્રશ્નો પણ પૂછ્યા હતા. જો કે મામલો બહુ વધ્યો ન હતો.

- Advertisement -

DRSને લઈને વિવાદ

- Advertisement -

મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં પહેલો મોટો ફટકો લખનૌના ક્વિન્ટન ડી કોકના રૂપમાં લાગ્યો હતો. જે બાદ લખનૌથી દેવદત્ત પડિક્કલ ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો હતો. ગુજરાત તરફથી ઉમેશ યાદવ પ્રથમ ઓવર નાંખી રહ્યો હતો. આ ઓવરનો છેલ્લો બોલ પડિક્કલના પેડ પર વાગ્યો હતો.

તેના પર ઉમેશ યાદવ તરફથી જોરદાર અપીલ કરવામાં આવી હતી, પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ પછી શુભમન ગિલે ઉમેશ યાદવને DRS લેવા કહ્યું. જ્યારે થર્ડ અમ્પાયર અલ્ટ્રા એજ ચેક કર્યા વિના પડિક્કલને નોટઆઉટ જાહેર કર્યો હતો. જેના પર સુકાની શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓ અમ્પાયર જોડે દલીલ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન

IPL 2024માં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સે 4 મેચ રમી છે, જેમાંથી ટીમ 2 જીતી છે અને 2 હારી છે. તો લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે. જેમાંથી કેએલ રાહુલની ટીમે 2 જીત્યા છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -
- Advertisement -