- Advertisement -

Raipur Bhajiya Recipe: આજે ઘરે બનાવો રાયપુરના ભજીયા, આ રહી રેસીપી

- Advertisement -

રાયપુરના ભજીયા માટે જરૂરી સામગ્રી

- Advertisement -

મેથી
બટાકા
મીઠું
ગરમ મસાલો
ખાંડ
આમચુર પાવડર
ખાવાનો સોડા
હળદર
હીંગ
મીઠો લીમડો
કોથમરી
આદુ
મરચા
ચણાનો લોટ
સોજી
તેલ
રાયપુરના ભજીયા બનાવવાની રીત

- Advertisement -

બટાકાવડાના માવા માટે. એક કઢાઈમાં તેલ મુકો, તેમા રાઈ-જીરું ઉમેરો. તેમા આખા ધાણા, હીંગ, મીઠો લીમડો, હળદર ઉમેરી મિક્સ કરો. હવે તેમા આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમા બે બાફેલા બટાકા છૂંદીને ઉમેરો, પછી મીઠું, ગરમ મસાલો, આમચુર પાવડર, ખાંડ ઉમેરો. પછી બધુ બરાબર મિક્સ કરો. થોડી કોથમરી ઉમેરો. પછી ગેસ બંધ કરી આ માવો ઠંડો થવા દો. પછી તેના મીડિયમ સાઈઝના ગોળા તૈયાર કરો.
હવે પટાકાની કાતરી બનાવવા માટે મોટું બટાકા લેવું અને છાલ ઉતારી પછી તેની જાડી સ્લાઈસ બનાવી લેવી અને પાણીમાં મૂકી દેવી.
બટાકાવડા અને બટાકાની કાતરીના ભજીયા માટે એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમા પાણી ઉમેરી થોડું જાડું ખરું બનાવો. તેમા મીઠું ઉમેરો. 10 મિનિટ રહેવા દો. પછી તેમા ખાવાનો સોડા ઉમેરો.
હવે તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે બટાકા વડા તળી લો.
હવે બાકીના ખીરામાં થોડી સોજી અને થોડું મીઠું ઉમેરી મિક્સ કરો લો. પછી થોડું પાણી ઉમેરી લો. 10 મિનિટ રહેવા દો. પછી બટાકાના કાતરીના ભજીયા તળી લો.
મેથીના ગોટા માટે સૌ પ્રથમ એક વાટકો ચણાનો લોટ લો. તેના થોડો સોજી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
જેટલો લોટ છે તેટલી મેથીની સમારેલી ઉમેરવી. પછી લીલા મરચાની પેસ્ટ ઉમેરવી. બધુ બરાબર મિક્સ કરો.
હવે થોડું પાણી ઉમેરો, આ ખીરું થોડું જાડું રાખવું. સ્વાદ મુજબ મીઠું ઉમેરવું, હવે તેને 15 મિનિટ રહેવા દો.
હવે મેથીના ખીરામાં થોડો ખાવાનો સોડા ઉમેરી મેથીના ગોટા તળી લો. હવે તૈયાર છે તમારા રાયપુરના ભજીયા.

- Advertisement -
- Advertisement -