- Advertisement -

બાળકોના નાસ્તાની ચિંતા છોડો, ઝટપટ તૈયાર કરો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા ઑટ્સ; મળશે ઈન્સ્ટન્ટ એનર્જી

- Advertisement -

સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન મસાલા ઓટ્સ એક એવી વાનગી છે, જેને ખાવાથી તમારું તન અને મન બંને સ્વસ્થ રહે છે. જો તમે નાસ્તામાં પોહા અને પુડલા જેવી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા છો, તો તમારે મસાલા ઓટ્સ જરુર ટ્રાય કરવા જોઈએ. મસાલા ઓટ્સ બનાવવા માટે તમારે ફક્ત ઓટ્સ, થોડા શાકભાજી અને મસાલાની જરૂર પડશે. આ ઓટ્સ 15 મિનિટથી ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે.

- Advertisement -

મસાલા ઓટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઓટ્સને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે અને તેનું સેવન દરેક ઋતુમાં ફાયદાકારક છે. તેને તમે બાળકોના લંચબોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો જાણીએ મેગી મસાલા ઓટ્સ બનાવવાની સરળ રેસિપી…

- Advertisement -

સામગ્રી

- Advertisement -

ઓટ્સ – 1 કપ
શાકભાજી – 1 કપ
મેગી મસાલો – 1 ચમચી
હળદર પાવડર – 1 ચમચી
મીઠું – જરુર મુજબ
ડુંગળી – 1 (ઝીણી સમારેલી)
લીંબુનો રસ – 1 ચમચી
બનાવવાની રીત
સૌથી પહેલા તમે એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. તેમાં ઓટ્સ અને અડધી ચમચી હળદર નાખીને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. જ્યારે સોનેરી થઈ જાય ત્યારે તેનો એક અલગ પ્લેટમાં કાઢી લો.

હવે એ જ કડાઈમાં થોડું બીજું તેલ નાખીને ગરમ કરો અને તેમાં ડુંગળી નાખીને સારી રીતે ફ્રાય કરી લો, ત્યાર બાદ બીજા અન્ય શાકભાજી પણ નાખી દો અને સારી રીતે ફ્રાય કરી લો.

સાતથી આઠ મિનિટ રાંધ્યા પછી તેમાં મીઠું અને શેકેલા ઓટ્સને નાખીને બરાબર મિક્સ કરી લો અને થોડીવાર પકાવી લો.

થોડીવાર પછી તેમાં લીંબુના રસને નાખીને બરાબર મિક્સ કરી ગેસને બંધ કરી દો. બસ તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ. તમે ઉપરથી સીંગદાણા નાખીને સર્વ કરો.

- Advertisement -
- Advertisement -