- Advertisement -

 RR અને RCBની મેચ દરમિયાન 13 સિક્સર લાગી, રાજસ્થાન રોયલ ‘પિંક પ્રોમિસ’ અંતર્ગત 78 ઘરોમાં લગાવશે સોલાર પેનલ; જાણો શું છે આ મામલો

- Advertisement -

આઇપીએલની 19મી મેચ રાજસ્થાન અને બેંગ્લુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન ની જીત થઈ હતી. આ મેચ દરમિયાન કુલ 13 સિક્સર ફટકારવામાં આવી હતી. જેમાં આરસીબી દ્વારા 7 અને રાજસ્થાન દ્વારા 6 સિક્સર લાગી હતી. આ કારણે રાજસ્થાન 78 ઘરમાં સોલાર પેનલ લગાવશે. જાણો શું છે આ પાછળની કહાની…

- Advertisement -

રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીએ એક પહેલ શરૂ કરી છે, જેનું નામ પિંક પ્રોમિસ છે.

- Advertisement -

શનિવારે રાજસ્થાન અને બેંગ્લુરુ મેચ આ પહેલનો ભાગ હતો. આ મેચ માટે હજારો મહિલાઓ ને એન્ટ્રી મળી હતી. રાજસ્થાને જાહેરાત કરી હતી કે, આ મેચમાં જેટલા રન સિક્સર વડે બને તેટલા ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. બન્ને ટીમ વચ્ચે 13 સિક્સર લાગી હતી માટે 78 ઘરોમાં સોલાર પેનલ આપવામાં આવશે.

- Advertisement -

ભારત સરકાર પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપી રહી છે અને તેના પર સારી એવી સબસીડી આપવામાં આવી રહી છે. આઇપીએલમાં ઘણી ટીમ આવી પહેલ કરતા જોવા મળે છે. આરસીબી ઘણા વખતથી ગો ગ્રીન અભિયાન ચલાવી રહ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ મેચ દરમિયાન જેટલા પણ ડોટ બોલ પડે તેટલા છોડ વાવવાની જાહેરાત કરી છે.

- Advertisement -
- Advertisement -