- Advertisement -

વર્લ્ડકપમાં મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યું મૌન, કહ્યું કેમ ફાઇનલમાં ન જીત્યા

- Advertisement -

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો બીજો એપિસોડ શનિવારે રિલીઝ થઈ ગયો હતો. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે મહેમાન તરીકે આવ્યા હતા. શોમાં બંને ક્રિકેટર કપિલ શર્મા સાથે ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા. પહેલીવાર હિટમેને વર્લ્ડ કપ 2023માં મળેલી હાર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

- Advertisement -

વર્લ્ડ કપની હાર પર રોહિત શર્માએ કહ્યું… વર્લ્ડ કપ વિશે વાત કરતા હિટમેન કહે છે, અમે ફાઈનલ મેચના બે દિવસ પહેલા અમદાવાદ પહોંતી ગયા હતા.

- Advertisement -

ટીમનું વાતાવરણ ઘણું સારું હતું. અમે ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ પહેલા આઉટ થયો હતો. જ્યારે તમે મોટી ટાઇટલ મેચ રમો છો અને પહેલા બેટિંગ કરો છો, ત્યારે તમારા માટે મોટો સ્કોર બનાવવો મહત્ત્વપૂર્ણ બની જાય છે. જેના કારણે સામેની ટીમ પર દબાણ રહે છે. ગિલ પછી વિરાટ અને મારી વચ્ચે થોડી ભાગીદારી બની હતી. અમને વિશ્વાસ હતો કે અમે સારો સ્કોર કરી શકીશું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ તે દિવસે સારું પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

રોહિત શર્માની વાત સાંભળ્યા બાદ અર્ચના પુરણ સિંહે કહ્યું કે, ભલે તે મેચ હાર્યા પરંતુ તમે બધાનું દિલ જીતી લીધું. રોહિતે એમ પણ કહ્યું કે, વર્લ્ડકપ હાર્યા બાદ પણ જે રીતે દેશની જનતા ટીમને પ્રેમ અને સન્માન આપી રહી હતી તે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તેને લાગતું હતું કે મેચ હાર્યા બાદ આખું દેશ ટીમથી નારાજ થશે. પણ એવું ન થયું.

રિતિકા-અનુષ્કાની લડાઈ

રોહિત શર્માની પત્ની રિતિકા પણ કપિલ શર્માના શોમાં હાજર હતી. આવી સ્થિતિમાં કપિલે તેને એક મહત્ત્વનો સવાલ પણ પૂછ્યો હતો. કોમેડિયને ક્રિકેટરની પત્નીને પૂછ્યું- શું ક્યારેય એવું બન્યું છે કે રોહિત સ્ટેડિયમમાં વહેલો આઉટ થઈ ગયો હોય અને અનુષ્કા શર્મા તમને આ વાત પર ચીઢવતી હોય? આ પછી તમારી બંને વચ્ચે ઝઘડો થયો હોય. આના જવાબમાં રિતિકાએ કહ્યું કે, જ્યારે રોહિત બેટિંગ કરે છે ત્યારે હું કોઈની સાથે વાત નથી કરતી. તેથી જ કોઈ ઝઘડો નથી થતો. પછી તેને પૂછવામાં આવ્યું કે જ્યારે રોહિત આઉટ થાય છે ત્યારે તે શું કરે છે, તો તેણે કહ્યું કે હું તેમના અન્ય મિત્રોને સપોર્ટ કરું છું. ઉલ્લેખનીય છે કે રિતિકા અને અનુષ્કા હંમેશા મેચ દરમિયાન પોતાના પાર્ટનરને સપોર્ટ કરતા જોવા મળે છે.

- Advertisement -
- Advertisement -