- Advertisement -

IPL 2024 : હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમે આખરે જીતનો સ્વાદ ચાખ્યો, દિલ્હીને હરાવ્યું

- Advertisement -

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રવિવારે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી ટીમ 205 રન જ બનાવી શકી હતી. જેના પગલે મુંબઈ ટીમનો 29 રનથી વિજય થયો હતો. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં મુંબઈની આ પ્રથમ જીત છે.

- Advertisement -

સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

મુંબઈની ટીમે આપેલા 235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર 10 રન બનાવીને રોમારિયો શેફર્ડનો શિકાર બન્યો હતો. જોકે, બાદમાં પૃથ્વી શો અને અભિષેક પોરેલે આક્રમક બેટિંગ કરી હતી. બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી 66 અને અભિષેક 41 રન બનાવીને આઉટ થયો હતો.

- Advertisement -

બીજી તરફ ટ્રિસ્ટન સ્ટબ્સે તાબડતોબ બેટિંગ કરીને એક તરફનો છેડો સંભાળી રાખ્યો હતો. પરંતુ અન્ય ખેલાડીઓ સાથ ન આપતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રિસ્ટન માત્ર 25 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 71 રન ફટકાર્યા હતા.

નોર્કિયાની ઓવરમાં રોમારિયોએ 32 રન ફટકાર્યા

એનરિક નોર્કિયાએ 20મી ઓવરમાં રોમારિયો શેફર્ડે 4,6,6,6,4,6 રન ફટકાર્યાં હતા. જેને પગલે ટીમ 234 રન પર પહોંચી ગઈ હતી.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, જાય રિચર્ડસન, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, એનરિક નોર્કિયા.

- Advertisement -
- Advertisement -