- Advertisement -

બચ્ચન પરિવારે અડધી રાત્રે જયા બચ્ચનનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, અમિતાભ બચ્ચને અર્ધાંગિની માટે લખી હૃદય સ્પર્શી કવિતા

- Advertisement -

બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ જયા બચ્ચન ને હવે કોઈ જ પરિચયની જરૂર નથી. એન્ટરટેઈનમેન્ટ લાઈફથી લઈને પોલિટિકલ જગત અને તેનાથી આગળ તેમણે પોતાની જાતને સાબિત કરી છે. જયા બચ્ચન ને તેમના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ મળી રહી છે. અમિતાભ બચ્ચને તેમને સૌથી અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. બિગ બીએ તેમના બ્લોગમાં પોતાની પત્ની માટે કંઈક એવું લખ્યું છે, જે કોઈપણ ચાહકને તેમના વખાણ કરવા માટે મજબૂર કરી શકે છે.

- Advertisement -

ફેન્સની ‘ગુડ્ડી’ જયા બચ્ચને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં અદ્ભુત એક્ટિંગથી સિલ્વર સ્ક્રીન પર પ્રશંસા મેળવી હતી. આજે અભિનેત્રીનો 76 મો જન્મદિવસ છે. જયા ભાદુરી નો જન્મ 9 એપ્રિલ, 1948 ના રોજ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા તરુણ કુમાર પત્રકાર, લેખક અને કવિ હતા. સિનેમામાં તેમની રુચિ ને કારણે, જયાએ સ્કૂલ પછી પૂણેની ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી અભિનય નો કોર્સ કર્યો.

- Advertisement -

અમિતાભ બચ્ચન એ પોતાની પત્નીને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ‘આ દિવસે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ… પરિવાર તરફથી શુભેચ્છા અને પ્રેમ. આ એક બીજા પરિવારના જન્મની સવાર છે, જેને કોઈ સ્પષ્ટીકરણ ની જરૂર નથી. આજે મારી અર્ધાંગિની જન્મદિવસ છે. તેમને મળેલ તમામ શુભકામનાઓ માટે હૃદયપૂર્વક આભાર.’ બિગ બીએ બ્લોગમાં જણાવ્યું કે, ‘આખો પરિવાર અડધી રાત્રે એકઠા થયા હતા. રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બધા સુવા માટે ગયા હતા, પરંતુ સવારે 4 કે 5 વાગ્યા સુધી કોઈ જ ઊંઘી શક્યું ન હતું.’

- Advertisement -

જયા બચ્ચને 15 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. તેની પ્રથમ ફિલ્મ સત્યજીત રે ની ‘મહાનગર’ હતી. આ બંગાળી ફિલ્મ હતી. આ પછી જયા એ બોલિવૂડમાં એન્ટ્રી કરી. હિન્દી સિનેમામાં તેની પ્રથમ ફિલ્મ 1971માં આવેલી ‘ઉપહાર’ હતી. અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન ની જોડી મોટા પડદા પર ઘણી હિટ રહી હતી. બંને એ ‘શોલે’, ‘જંજીર’, ‘સિલસિલા’ અને ‘કભી ખુશી કભી ગમ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -