- Advertisement -

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, 20 વર્ષ જૂના લગ્નનો આવશે અંત

- Advertisement -

સાઉથ એક્ટર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા ની અરજી દાખલ કરી છે. આ કપલે લગ્ન ના 18 વર્ષ પછી એક બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ અંગેની જાહેરાત અગાઉથી કરવામાં આવી હતી, જેના પછી ફેન્સ ખૂબ જ નાખુશ હતા. પરંતુ કપલે અલગ થવાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

- Advertisement -

ડાયરેક્ટર ઐશ્વર્યા રજનીકાંત અને એક્ટર ધનુષે તાજેતરમાં ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

- Advertisement -

દંપતીના નજીકના સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, ‘તેઓ કલમ 13B હેઠળ અરજી દાખલ કરી છે. કપલે જાન્યુઆરી 2022માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.’

- Advertisement -

લગભગ દોઢ વર્ષ પછી બંને પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. બંને છેલ્લા બે વર્ષથી એક બીજાથી અલગ રહે છે. કપલ તેમના સંતાનો યાત્રા અને લિંગાના શાળામાં કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. 17 જાન્યુઆરી 2022 ના રોજ, ધનુષે એક્સ પર અલગ થવાની જાહેરાત કરી હતી. લગ્નના 18 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.

કપલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. ઐશ્વર્યાએ તેમના સોશિયલ મીડિયા પેજ થી અલગ હોવાની વાત પણ કરી હતી. અને લોકોને ગોપનીયતા જાળવવા અપીલ કરી હતી.’ ધનુષ અને ઐશ્વર્યા ના લગ્ન 2004માં થયા હતા. જ્યારે તેઓ 21 અને 23 વર્ષના હતા.

અલગ થયા પછી, ધનુષ અને ઐશ્વર્યાએ પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઐશ્વર્યા ‘લાલ સલામ’ દ્વારા નિર્દેશનમાં વાપસી કરી હતી. ધનુષે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી. કામના સંદર્ભમાં, ધનુષ ઘણા એક્ટિંગ પ્રોજેક્ટ્સ અને તેના ડાયરેક્શનમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ તેની બીજી દિગ્દર્શિત ફિલ્મ ‘રાયન’ છે.

- Advertisement -
- Advertisement -