- Advertisement -

દિલથી રોમૅન્ટિક છે વિદ્યા

- Advertisement -

વિદ્યા બાલન પોતાને દિલથી રોમૅન્ટિક માને છે. તેની આગામી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ ૧૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મમાં વિદ્યાની સાથે પ્રતીક ગાંધી, ઇલિઆના ડિક્રુઝ અને સેંધિલ રામમૂર્તિ લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી એક્સ્ટ્રા-મૅરિટલ અફેરની છે. રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મો ગમે છે એવું જણાવીને વિદ્યા કહે છે, ‘દરેકને રોમૅન્સ ગમે છે.

- Advertisement -

સાથે જ દરેકને હસીમજાક પણ ગમે છે. કેટલાક લોકો રિલેશનશિપમાં ઉદાસ હોય છે તો કેટલાક એનું દુઃખ મનાવતા હોય છે. રિલેશનશિપ અદ્ભુત છે. ખાસ કરીને રોમૅન્ટિક રિલેશનશિપ. મને એવું લાગે છે કે એ લોકોને જોડી રાખનારો જોનર છે. મને કૉમેડી પણ ગમે છે પરંતુ સાથે જ મને રોમૅન્ટિક-કૉમેડી વધુ ગમે છે, કારણ કે મને રોમૅન્સ ગમે છે અને હું દિલથી રોમૅન્ટિક છું.’

- Advertisement -
- Advertisement -