- Advertisement -

યશ સોની અને ચેતન દૈયા શોધી શકશે આયુષને? જુઓ જગતનું જબરજસ્ત ટ્રેલર

- Advertisement -

3મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ જગતનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. યશ સોની સ્ટારર ફિલ્મમાં ચેતન દૈયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્મિત આ ફિલ્મનું ટ્રેલર ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.

- Advertisement -

આ ફિલ્મ `જગત`ની સ્ટોરી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જગત પંડ્યાના પાત્રની આસપાસ વણાયેલી છે, આ પાત્ર યશ સોનીએ ભજવ્યું છે.

- Advertisement -

12 વર્ષનો છોકરો આયુષ સ્કૂલ જવા માટે ઘરેથી નીકળે છે પણ તે શાળામાં પહોંચતો નથી, તે એકાએક ગાયબ થઈ ગયો છે, તેની શોધખોળ સતત ચાલ્યા કરે છે. આ દરેક તપાસમાં સબ-ઇન્સ્પેક્ટર જગત પંડ્યા એટલે યશ સોની આ છોકરાની શોધમાં લાગેલા છે, જ્યારે તેમની સાથેના કેટલાક લોકો આ મામલો રફા-દફા કરી દેવા પણ માગે છે. પંડ્યા તપાસમાં ઊંડા ઉતરે છે, તેમને ખ્યાલ આવે છે અહીં છેતરપિંડીની શક્યતા પણ છે. તેણે ધીરજથી કામ લેવાનું છે કેટલીક એવી હકીકતોથી તેનો સામનો થાય છે કે તેની કેટલીક માન્યતાઓ સામે પણ પડકાર ખડા કરી દે છે.

- Advertisement -

જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ચાહકોમાં આ ફિલ્મ વિશેની ઉત્સુકતા અને આતુરતા વધી ગઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાતી અભિનેતા યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર પણ શૅર કર્યું છે. ફિલ્મના ટ્રેલર પરથી સમજી શકાય છે કે ફિલ્મમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ, કિડનેપિંગ, સેક્સ્યુઅલ હરાસમેન્ટ જેવા કેટલાક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોઈ શકે છે. ટ્રેલરમાં ફાસ્ટ સિક્વન્સ અને ઇન્ટ્રેસ્ટિંગ પ્લોટના ડેવલપમેન્ટની ઝલક પણ જોવા મળે છે. સિનેમેટિક અનુભવ માટે પણ આ ફિલ્મનું ટ્રેલર એક ચોક્કસ સ્ટેજ સેટ કરી દે છે.

- Advertisement -
- Advertisement -