- Advertisement -

રામાયણ માટે ૭૫ કરોડ ચાર્જ કરશે રણબીર કપૂર?

- Advertisement -

રણબીર કપૂર ‘રામાયણ’ માટે ૭૫ કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. નિતેશ તિવારીની આ ફિલ્મ માટે રણબીરે તૈયારી શરૂ કરી દીધી છે અને એ ખૂબ જ ચર્ચામાં પણ છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ભગવાન રામના જન્મ પહેલાંનું શૂટિંગ હાલમાં કરવામાં આવી રહ્યું છે. આ શૂટિંગ પૂરું થતાં બાળ ભગવાન રામનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

- Advertisement -

આ પહેલું શેડ્યુલ છે. બીજા શેડ્યુલથી રણબીર શૂટિંગ શરૂ કરશે. રણબીર એક ફિલ્મ માટે ૭૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જોકે ‘ઍનિમલ’ એક રિસ્કી ફિલ્મ હતી અને એ કેટલો બિઝનેસ કરશે એ ચોક્કસ ન હોવાથી તેણે પચાસ ટકા ફીમાં ઘટાડો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી હતી. રણબીરની સાથે ‘રામાયણ’માં કામ કરનાર સાઈ પલ્લવીને છ કરોડ ચૂકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. તે એક ફિલ્મ માટે અંદાજે ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ આ ફિલ્મ માટે તેણે ફી ડબલ કરી દીધી હોવાની માહિતી આવી રહી છે.

- Advertisement -
- Advertisement -