- Advertisement -

નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો આરતી, મંત્ર અને પ્રસાદ બનાવવાની રેસીપી

- Advertisement -

હાલ ચૈત્ર નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ નવ દિવસ દરમિયાન માતાના અલગ-અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જાણો માતા ચંદ્રઘંટાની આરતી, મંત્ર અને પ્રસાદ બનાવવાની રેસીપી.

- Advertisement -

માતા ચંદ્રઘંટાનો પ્રસાદ
કહેવામાં આવે છે કે, માતા ચંદ્રઘંટાને દૂધ અને દૂધમાંથી બનેલ મિઠાઈ ઘણી પસંદ છે.

- Advertisement -

તેમને દૂધમાંથી બનાવવામાં આવેલ મિઠાઈનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા છે. જાણો કેસર પેંડા બનાવવાની સરળ રીત.

- Advertisement -

કેસર પેંડા બનાવવા માટેની સામગ્રી

  • થોડું દૂધ
  • પીસેલી ખાંડ
  • એલચી પાવડર
  • ખોયા
  • કેસર

કેસર પેંડા બનાવવાની રીત

  • સૌથી પહેલા એક નાના વાસણમાં દૂધ લઈ તેમાં કેસરના દોરા નાખો.
  • તેમને થોડીવાર આ રીતે પલળવા દો.
  • ત્યારબાદ નોન-સ્ટીક પેનમાં 4 કપ ખોયા લઈને થોડીવાર હલાવો.
  • થોડી વાર પછી તેમાં પીસેલી ખાંડ નાખીને લગભગ 10 મિનિટ સુધી પકાવો.
  • જ્યારે સારી રીતે પાકી જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લો.
  • ઠંડુ થયા પછી તેમાં કેસર અને દૂધના મિશ્રણની સાથે ઈલાયચી પાવડર નાખો.
  • તમામ વસ્તુઓને હાથ વડે સારી રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ આ મિશ્રણની મદદથી નાના નાના પેંડા બનાવો.
  • આ પેંડાની ઉપર સિલ્વર વર્ક અથવા કાજુ લગાવી શકો છો.
  • હવે માતા રાણીને આ કેસર પેંડાનો પ્રસાદ અર્પણ કરો.

માતા ચંદ્રઘંટાની આરતી –

जय मां चंद्रघंटा सुख धाम।
पूर्ण कीजो मेरे सभी काम।
चंद्र समान तुम शीतल दाती।
चंद्र तेज किरणों में समाती।
क्रोध को शांत करने वाली।
मीठे बोल सिखाने वाली।
मन की मालक मन भाती हो।
चंद्र घंटा तुम वरदाती हो।
सुंदर भाव को लाने वाली।
हर संकट मे बचाने वाली।
हर बुधवार जो तुझे ध्याये।
श्रद्धा सहित जो विनय सुनाएं।
मूर्ति चंद्र आकार बनाएं।
सन्मुख घी की ज्योति जलाएं।
शीश झुका कहे मन की बाता।
पूर्ण आस करो जगदाता।
कांचीपुर स्थान तुम्हारा।
करनाटिका में मान तुम्हारा।
नाम तेरा रहूं महारानी।
भक्त की रक्षा करो भवानी।

માતા ચંદ્રઘંટા મંત્ર

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता ।
प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता ।।

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -