- Advertisement -

ઘરમાં અરીસો ક્યાં મૂકવો? વાસ્તુશાસ્ત્રના નિયમોનું કરો પાલન નહીં તો પડશે મુશ્કેલી

- Advertisement -

આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતને અનુસરીને બનાવવામાં આવી છે. આ ઇમારતો દાયકાઓ થયા છતાં પણ આજે સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્ર ના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે ખાસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાય તો મોટી રાહત મળતી હોવાનું કહેવાય છે.

- Advertisement -

ઘરમાં અરીસો કરે છે જીવન પર અસર

- Advertisement -

મોટાભાગના લોકો પોતાના ઘરમાં અરીસો પોતાની અનુકૂળતા મુજબ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં અરીસો રાખતી વખતે તેની દિશા અને સ્થિતિનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તવમાં અરીસો સકારાત્મક અને નકારાત્મક બંને ઊર્જાને આકર્ષે છે. યોગ્ય દિશામાં મુકવામાં આવેલ અરીસો સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે. આના પરથી તમે સમજી શકો છો કે ઘરમાં અરીસા લગાવવાથી ત્યાં રહેતા લોકોના મૂડ અને જીવન પર અસર થાય છે. આજકાલ લોકો ઘર બનાવતી વખતે અથવા નવા મકાનમાં શિફ્ટ કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરે છે. જો તમે ઘરમાં નવો અરીસો લગાવી રહ્યા છો તો તેને વાસ્તુના નિયમો અનુસાર લગાવો. ખોટી દિશામાં મુકાયેલો અરીસો તમારું જીવન બરબાદ કરી શકે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારોનું માનીએ તો ઘરમાં અરીસો ક્યાં મૂકવો જોઈએ. ઘરમાં અરીસો લગાવતી વખતે દિશા અને સ્થિતિને ધ્યાનમાં રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને આશીર્વાદ વધશે.

- Advertisement -

શું આપણે બેડરૂમમાં અરીસો લગાવી શકીએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂવાના રૂમમાં એટલે કે બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. બેડરૂમમાં (દક્ષિણ-પશ્ચિમ દિશામાં) અરીસો રાખવાથી સંબંધોમાં વિખવાદ વધે છે. આ કારણે તે રૂમમાં રહેતા લોકોનો એકબીજા પ્રત્યેનો વ્યવહાર પણ સારો નથી હોતો. તેમ છતાં જો બેડરૂમમાં અરીસો રાખવો ખૂબ જ જરૂરી હોય તો તેને ઢાંકીને રાખો. જ્યારે ઉપયોગમાં ન હોય, ત્યારે તેને અલમારીની પાછળ છુપાવીને રાખવું જોઈએ. સૂતી વખતે તમારા પગ અથવા શરીરનો કોઈપણ ભાગ અરીસામાં ન દેખાવો જોઈએ.

શું બેડની સામે અરીસો રાખી શકાય?

જેમ આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે, બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમારે બેડરૂમમાં અરીસો લગાવવો પડે તો તેને બેડની સામે ન રાખો. વાસ્તુ અનુસાર, પલંગની બરાબર સામે અરીસો રાખવો યોગ્ય નથી. તેનાથી વિવાહિત યુગલ વચ્ચે તણાવ વધી શકે છે. સગર્ભાવસ્થાનું આયોજન કરતી સ્ત્રીઓ માટે સમસ્યા વધી શકે છે. બેડની સામે અરીસો ન રાખો તો સારું રહેશે.

ડ્રેસિંગ રૂમમાં ઉત્તર અથવા પૂર્વ તરફ લગાવો

તમારા ઘરમાં અલગ ડ્રેસિંગ એરિયા બનાવવા જગ્યા હોય તો બનાવવું જોઇએ. માસ્ટર બેડરૂમની સાથે અટેચ ડ્રેસિંગ રૂમ બનાવવો વધુ સારું રહેશે. આ ડ્રેસિંગ રૂમમાં અરીસો ઉત્તર અથવા પૂર્વ તરફની દીવાલ પર લગાવો. આ અરીસો 4 થી 5 ફૂટ ઊંચો હોવો જોઈએ. ડ્રેસિંગ રૂમમાં ઘણી બધી વસ્તુઓ ન રાખો. તમારી પાસે જે પણ સામગ્રી અને જગ્યા છે, તેને સારી રીતે ગોઠવો. આજકાલ માર્કેટમાં સ્પેસ સેવિંગ સ્ટોરેજ છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો.

રૂમની એન્ટ્રી પર અરીસાનો પડછાયો ન પડવો જોઈએ.

અરીસો બેડરૂમમાં ઉત્તર અથવા પૂર્વ તરફ અથવા ઉત્તર/પૂર્વ તરફની દિવાલ પર મૂકવો જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે રૂમની એન્ટ્રી પર અરીસાનો પડછાયો ન પડવો જોઈએ. વાસ્તુમાં પ્રવેશદ્વાર પર અરીસાનો પડછાયો શુભ માનવામાં આવતો નથી. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમારા લગ્ન જીવન પર સકારાત્મક અસર પડશે અને તમારો પરસ્પર પ્રેમ અને વિશ્વાસ પણ વધશે.

બાળકોના રૂમમાં અરીસો ક્યાં મૂકવો?

ઘરમાં આપણે બાળકો માટે પણ અલગ રૂમ બનાવતા હોઇએ છીએ ત્યારે બાળકોના સારા જીવન માટે તેમના રૂમમાં પણ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળકોના રૂમમાં અરીસો મૂકતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ અનુસાર અરીસાને યોગ્ય દિશામાં ન રાખવાથી બાળકોના ભણતર પર નકારાત્મક અસર પડે છે અને તેમના વર્તનમાં નકારાત્મક બદલાવ આવવાની સંભાવના રહે છે. ખોટી દિશામાં મુકવામાં આવેલ અરીસો બાળકોની એકાગ્રતામાં ઘટાડો કરી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -