- Advertisement -

ઘરની પશ્ચિમ દિશા પણ છે શુભ, અવગણના ન કરવી જોઈએ. જાણો તેનાથી સંબંધિત વાસ્તુ ટિપ્સ

- Advertisement -

વાસ્તુશાસ્ત્રમાં ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેનાં કારણે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઘરની દરેક દિશાનું મહત્વ છે, આમ જોઈએ તો ઘરની પૂર્વ અને ઉત્તર દિશાને શુભ ગણવામાં આવે છે. પરંતુ પશ્ચિમ દિશા પણ વાસ્તુશાસ્ત્રમાં એટલી જ મહત્વની છે. પશ્ચિમ દિશામાં કોઈ દોષ હોય તો ઘરમાં કેટલીક મુશ્કેલીઓ સામે આવી શકે છે.

- Advertisement -

પશ્ચિમ દિશાના સ્વામી વરુણ, અને પ્રતિનિધિ ગ્રહ શનિદેવ છે. પશ્ચિમ દિશામાં કાલપુરુષના પેટ, ગુપ્તાંગનો વિચાર કરાય છે, જો આ દિશામાં દોષ હોય તો ઘરના મુખ્ય વ્યક્તિની આવકમાં ઘટાડો થાય છે અને ગુપ્ત રોગો પણ ઉભા કરે છે. આવો પશ્ચિમ દિશા સાથે જોડાયેલ કેટલાંક વાસ્તુ નિયમો જાણીએ.

- Advertisement -

ઘરની પશ્ચિમ દિશાને હંમેશા સાફ રાખો, આ સાથે જ જો ઘરની પશ્ચિમ દિશાની દીવાલમાં તિરાડો પડી ગઈ હોય તો તે તમારા પરિવાર પર શનિદેવના અશુભ પ્રભાવનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં, ઘરના વડાને આર્થિક નુકસાનની સાથે-સાથે ગરીબીનો પણ અનુભવ થઈ શકે છે.
જો પતિ-પત્નીનો બેડરૂમ પશ્ચિમ દિશામાં હોય તો તે નિશ્ચિત છે કે બંને વચ્ચે ઝઘડા થશે. ઘણીવાર બંને વચ્ચે એક યા બીજી બાબતને લઈને લાંબા સમય સુધી ચાલતા વિવાદ થશે અને આવા યુગલો લાંબા સમય સુધી સાથે રહી શકતા નથી.
જો ઘરની પશ્ચિમમાં પૂજાનું ઘર હોય તો આવા ઘરનો પ્રમુખ જ્યોતિષ અને તંત્ર-મંત્ર વગેરેનો જાણકાર હોઈ શકે છે. બીજી તરફ જો આ દિશામાં રસોડું બનાવવામાં આવે તો ધનનું આગમન થઈ શકે છે, પરંતુ આવા પૈસા ટકતા નથી.
જો અગ્નિ સ્થાન પશ્ચિમ દિશામાં બનાવવામાં આવે તો ઘરના સભ્યોને વારંવાર ગરમી, પિત્ત, એસિડિટી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ જો પશ્ચિમ દિશામાં દરવાજો નાનો હોય તો ઘરના માલિકની પ્રગતિ પણ નાની હોય છે.
જો પશ્ચિમ દિશામાં બનેલો દરવાજો દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ હોય તો પરિવારના કોઈ સભ્યને લાંબી બીમારી અને અસાધ્ય રોગ થવાનું જોખમ રહે છે.

- Advertisement -

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

- Advertisement -
- Advertisement -