- Advertisement -

બટાટા-મૂળાને બદલે આ વખતે ટ્રાય કરો ગાજરના પરાઠા, દાઢમાં રહેશે સ્વાદ

- Advertisement -

શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં અનેક પ્રકારના શાકભાજી મળવા લાગે છે. ગાજર આમાંથી જ એક છે. લોકો ઘણીવાર ગાજરનો હલવો બનાવીને ખાય છે. પરંતુ જો તમે ગાજરનો હલવો ખાઈને કંટાળી ગયા છો તો આ વખતે ટ્રાય કરો ગાજરના પરાઠા. ગાજરના પરાઠા ખાધા પછી તેનો સ્વાદ મારા દાઢે રહી જશે. તમને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગશે. ચાલો જાણીએ સ્વાદિષ્ટ ગાજરના પરાઠા બનવવાની રીત

- Advertisement -

ગાજરના પરાઠા બનાવવા માટેની સામગ્રી
છીણેલા ગાજર, લોટ, છીણેલું આદુ, ધાણાજીરું પાવડર, બારીક લીલા મરચાં, કોથમીર, મીઠું, અજવાઈન અને ઘી.

- Advertisement -

ગાજરના પરાઠા બનાવવાની રીત
ગાજરના પરાઠા બનાવવા માટે સૌથી પહેલા ગાજરને સારી રીતે ધોઈને છોલી લો અને પછી છીણી લો. હવે એક મોટા બાઉલમાં લોટ લો. તેમાં થોડું ઘી, બારીક સમારેલા લીલા મરચાં, કોથમીર, મીઠું ઉમેરો. લોટમાં ધીમે-ધીમે પાણી ઉમેરો અને લોટને સારી રીતે ગૂંથી લો. હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દો.

- Advertisement -

આ સમય દરમિયાન ગેસ પર એક કડાઈ મૂકો. તેલ ઉમેરો અને જીરાનો તડકો લગાવો. લીલા મરચા અને છીણેલું આદુ ઉમેરો. હવે તેમાં ગાજર ઉમેરો અને સારી રીતે ફ્રાય કરો. કોથમીર ઉમેરો. હવે લોટના બોલ બનાવો. તેને થોડો રોલ કરીને સ્ટફિંગ ભરીને પછી તેને બરાબર વણી લો.

ત્યારબાદ નોન-સ્ટીક તવાને ગરમ કરો. હવે ગાજરના પરાઠાને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે સેંકી લો. ગરમાગરમ ગાજરના પરાઠાને મનપસંદ ચટણી અથવા સોસની સાથે સર્વ કરો.

- Advertisement -
- Advertisement -