- Advertisement -

બધા પૈસા પતી ગયા છે કહેનારી કંગનાએ આટલા કરોડની નવી કાર લીધી

- Advertisement -

બોલિવૂડ ક્વીન કંગના રનૌત જ્યારથી રાજકારણમાં આવી છે, ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન કંગનાએ પોતાને એક નવી કાર ગિફ્ટ કરી છે. રવિવારે કંગના મુંબઈમાં તેની નવી મર્સિડીઝ મેબેચમાં ફરતી જોવા મળી હતી. એક્ટ્રેસ સલૂનમાંથી બહાર નીકળતી વખતે પોતાની કારમાં બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન કંગના સફેદ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

- Advertisement -

પાપારાઝીએ પોતાની નવી કારમાં બેસતી કંગના રનૌતની ઘણી તસવીરો ક્લિક કરી હતી. આ કાર પહેલા કંગના પાસે ઘણી કાર છે. અભિનેત્રી પાસે પહેલેથી જ મર્સિડીઝ મેબેક S680 છે. તાજેતરમાં તેણે તેની બીજી મેબેક મર્સિડીઝ-મેબેક GLS ખરીદી. તેની કિંમત 2 કરોડ 43 લાખ રૂપિયા છે. કંગનાએ 3 કરોડ 6 લાખ રૂપિયામાં Maybach S680 ખરીદી હતી.

- Advertisement -

હાલમાં એ ખબર નથી કે કંગના, રનૌતે પોતાની નવી કાર પોતાની જૂની કાર સાથે એક્સચેન્જ કરી છે કે નહીં. અથવા તો તેના કાર સંગ્રહમાં અન્ય મર્સિડીઝ મેબેક ઉમેર્યું છે? અહેવાલો અનુસાર, અભિનેત્રી પાસે BMW 7-Series 730LD, એક મર્સિડીઝ GLE 350d SUV અને Audi Q3 પણ છે.

- Advertisement -
- Advertisement -