- Advertisement -

આ ખાસ નિયમોનું પાલન કરીને પ્રાર્થના કરશો તો મળશે પૂર્ણ ફળ!

- Advertisement -

પ્રાર્થના એટલે તો પ્રભુ પ્રત્યે પોતાનો અહોભાવ પ્રગટ કરવાનો અવસર. માન્યતા અનુસાર એ પ્રાર્થના જ તો છે કે જે વ્યક્તિને પરમતત્વની સમીપે લઈ જાય છે. મોટાભાગે આપણે બધાં જ નિત્ય પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રાર્થનાની શક્તિથી જ વ્યક્તિનું ચિત્ત શુદ્ધ થાય છે. અને તે તેની લાગણીઓને પરમાત્મા પ્રત્યે અભિવ્યક્ત કરી શકે છે.

- Advertisement -

પરંતુ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે આ પ્રાર્થનાના પણ કેટલાંક વિશેષ નિયમો છે. અને આ નિયમોના પાલન સાથે પ્રાર્થના કરવામાં આવે, તો તે સવિશેષ ફળદાયી બની રહે છે. ત્યારે આવો એ જાણીએ કે કેવાં નિયમો સાથે પ્રાર્થના કરવી જોઈએ. અને આ શુદ્ધ પ્રાર્થનાથી વ્યક્તિને કેવાં-કેવાં પુણ્ય ફળની થાય છે પ્રાપ્તિ !

- Advertisement -

પ્રાર્થનાના નિયમો શું છે ?

- Advertisement -

⦁ પ્રાર્થના માટે કોઈ ચોક્કસ નિયમ હોવો જરૂરી છે. કેટલાક લોકો માને છે કે પ્રાર્થના તો કોઈ પણ સમયે કરી શકાય. પણ જો પ્રાર્થનામાં નિયમિતતા ન હોય તો તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી કરી શકાતી !

⦁ જો તમે નિત્ય નિશ્ચિત સમયે પ્રાર્થના કરશો અને નિશ્ચિત સ્થાન પર કરશો તો તે સવિશેષ ફળદાયી બની રહેશે.

⦁ યાદ રાખો, પરમેશ્વરને ક્યારેય લૌકિક સુખ માટે પ્રાર્થના ન કરવી જોઈએ !

⦁ પ્રાર્થના અર્થાત પરમ તત્વનું ચિંતન કરવું, તેમની સ્તુતી કરવી, તેમના નામનું સ્મરણ કરવું.

પ્રાર્થના કેવી રીતે કરશો ?

પ્રાર્થના તો એક ભાવ છે. આ ભાવને આપ કોઈ પણ ભાષામાં પ્રગટ કરી શકો છો. એટલે કે, જો તમે પ્રાર્થના સંસ્કૃતમાં કરો છો તો તે ઉત્તમ છે. પરંતુ, જો તમને સંસ્કૃત ન ફાવે તો તમારે પ્રાર્થના માતૃભાષામાં તો કરવી જ જોઈએ.

ફળ પ્રાપ્તિ

⦁ પ્રાર્થના વ્યક્તિને સામર્થ્ય અને શક્તિ પ્રદાન કરે છે.

⦁ પ્રાર્થના કરવાથી વ્યક્તિના મનમાં ચાલતા ખરાબ વિચારો દૂર થાય છે.

⦁ કહેવાય છે કે પ્રાર્થના કરવાથી વ્યક્તિનો અહંકાર દૂર થાય છે.

⦁ નિયમિત પ્રાર્થના કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક અભિગમ સ્થિર થાય છે.

⦁ શુદ્ધ ભાવથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી. પ્રાર્થના વ્યક્તિને દુર્ગુણોથી મુક્ત કરે છે અને સદગુણોનો સંચાર કરે છે.

⦁ પ્રાર્થનાથી ચિત શાંત થાય છે અને મનની એકાગ્રતા વધે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -