- Advertisement -

ઇદ પર ભાઇજાને ફેન્સને આપી મોટી ભેટ, આગામી ઇદ પર ‘સિકંદર’ બનીને ફેન્સના દિલ પર કરશે રાજ; નવા ફિલ્મના ટાઇટલની કરી જાહેરાત

- Advertisement -

ઇદના તહેવાર પર જો ફેન્સ સૌથી વધુ કોઈની આતુરતાથી રાહ જોતા હોય તો તે બીજું કોઇ નહિ પરંતુ સલમાન ખાન છે. ભાઈજાન વિના ફેન્સને ઈદ થોડી ફીકી ફીકી લાગે છે. આ વખતે અક્ષય કુમાર અને અજય દેવગન ફેન્સ માટે ઈદને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

આ દરમિયાન, સલમાન ફેન્સની નિરાશાને દૂર કરવા વચન આપ્યું છે કે તે આગામી ઈદ પર પરત ફરશે.

- Advertisement -

સલમાન ખાન ઘણા સમયથી ડાયરેક્ટર એઆર મુરુગાદોસ સાથેની ફિલ્મને લઈને ચર્ચામાં છે. ગયા મહિને જ તેણે ચાહકોને કહ્યું હતું કે, ‘તે સાઉથના ફેમસ ડાયરેક્ટર સાથે એક્શન ફિલ્મ લઈને આવી રહ્યો છે.’

- Advertisement -

દર વખતની જેમ આ ઈદ પર પણ સલમાન ખાન ફેન્સી થી દૂર નથી રહ્યો. ઈદ 2024 ના તહેવાર પર ફેન્સને મુબારક ની સાથે, સલમાન ખાને એક ભેટ આપી છે, જેને ફેન્સના ચહેરા પર ખુશીઓ લાવી દીધી છે. સલમાન ખાને ડાયરેક્ટર એઆર મુરુગાદોસ સાથે તેની આગામી ફિલ્મના ટાઇટલ નું નામ જાહેર કર્યું છે, જેનું નામ ‘સિકંદર’ છે.

ફિલ્મ ના ટાઇટલ ની જાહેરાત કરવાની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, ‘આ ઈદ પર બડે મિયાં છોટે મિયાં અને મેદાન ને જુઓ આગામી ઈદ પર ‘સિકંદર’ ને જોજો. તમને બધાને ઈદ મુબારક’.

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ એક્શન અને રોમાંચથી ભરપૂર હશે. ગજનીના ડાયરેક્ટર એઆર મુરુગાદોસ એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે લોકોને સામાજિક સંદેશ આપશે. ફિલ્મમાં જોરદાર એક્શન હશે, પરંતુ ફિલ્મ લોકોની આંખોમાં આંસુ પણ લાવશે. કિસી કા ભાઈ કિસી કી જાન ની જેમ આ ફિલ્મ પણ ભારતભરમાં રિલીઝ થશે.’

- Advertisement -
- Advertisement -