- Advertisement -

જાણી લો ટેસ્ટી રીંગણાનો ઓળો બનાવવાની રેસીપી

- Advertisement -

સાંજના ડીનરમાં રીંગણાનો ઓળો હોય તો મજા પડી જતી હોય છે. તેમાંય જો ડબલ પડવાળી ઘી લગાવેલી રોટલી હોય તો ભૂખ પણ ડબલ થઈ જાય છે. તો ચાલો આવો જ ટેસ્ટી અને ચટપટો રીંગળાનો ઓળો બનાવવાની રેસીપી જાણીએ.

- Advertisement -

રીંગણાનો ઓળો બનાવવાની સામગ્રી

- Advertisement -

રીંગણા
ટામેટાં
ડુંગળી
લીલા મરચાં
લસણ
આદુ
તેલ
જીરું
હળદર
લાલ મરચું પાવડર
ધાણા પાવડર
સ્વાદ અનુસાર મીઠું
કોથમીર
રીંગણાનો ઓળો બનાવવાની રીત

- Advertisement -

રીંગણને ધોઈને સાફ કરી રીંગણ પર થોડું તેલ લગાવીને ગેસ પર શેકી લો.
પછી તેની છાલ ઉતારીને સારી રીતે ચપ્પાથી ભાંગી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી જીરું, લસણ, આદુ, ડુંગળી અને લીલા મરચાની કટકી ઉમેરીને સાંતળો.
પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરીને જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી પકાવો.
પછી તેમાં મેશ કરેલા (ભાંગેલા) રીંગણા ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
2 મિનિટ માટે ફ્રાય કરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરો અને કોથમીરથી ગાર્નિશ કરો.
તૈયાર છે રીંગણનો ઓળો તમે તેને રોટલી, નાન અથવા ભાત સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

- Advertisement -
- Advertisement -