- Advertisement -

પિતાની ફિલ્મ ઈવેન્ટમાં બોયફ્રેન્ડના નામનો નેકલેસ પહેરીને પહોંચી જાહ્વવી કપૂર

- Advertisement -

હજુ થોડા દિવસો પહેલાં જ બોની કપૂરે પોતે જાહ્વવી કપૂર અને શિખર પહાડિયા વચ્ચેના સંબંધો કન્ફર્મ કરતાં કહ્યું હતું કે તેમને ભરોસો છે કે શિખર ક્યારેય જાહ્વવીનો સાથ નહીં છોડે. પિતાએ જાહેરમાં આ વાત ઉચ્ચાર્યા બાદ હવે જાહ્નવી પિતાની ફિલ્મ ‘મૈદાન’ના પ્રિમિયરમાં બોયફ્રેન્ડ શિખરના નામનો નેકલેસ પહેરીને આવી હતી અને આ રીતે પોતાના પ્રેમની સત્તાવાર ખુલ્લેઆમ જાહેરાત કરી હતી.

- Advertisement -

જાહ્વવી શિખરને પ્રેમથી શિખુ કહીને બોલાવે છે તે રહસ્ય તો અગાઉ કરણ જોહરના કોફી શો વખતે જ ખુલી ચૂક્યું હતું. તે વખતે કરણ જોહરે તેને પૂછ્યું હતું કે તેના મોબાઈલમાં ફાસ્ટ ડાયલમાં કોના કોના નંબર છે તે વખતે જાહ્વવી ઉતાવળે ઉતાવળે શિખુ નામ બોલી ગઈ હતી અને પછી શરમાઈ ગઈ હતી.

- Advertisement -
- Advertisement -