- Advertisement -

મૈં અચ્‍છી એકટર હૂં : સોનાક્ષી

- Advertisement -

સોનાક્ષી સિંહા વેબ-સિરીઝ ‘હીરામંડી-ધ ડાયમન્‍ડ બાઝાર’માં જોવા મળવાની છે. તેણે જણાવ્‍યું કે તેનો હંમેશાંથી પ્રયાસ રહે છે કે તે પોતાને એક સારી એક્‍ટર તરીકે સાબિત કરે. સોનાક્ષીએ ૨૦૧૦માં આવેલી ‘દબંગ’થી બોલીવુડમાં એન્‍ટ્રી કરી હતી. પહેલી મેએ નેટફિલક્‍સ પર રિલીઝ થનારી આ સિરીઝનું ટ્રેલર હાલમાં લોન્‍ચ કરવામાં આવ્‍યું છે.

- Advertisement -

તેને પૂછવામાં આવ્‍યું હતું કે શું કાસ્‍ટિંગ ડિરેક્‍ટર્સ અને ફિલ્‍મમેકર્સ હવે તેને સિરિયસલી લેવા માંડશે? એનો જવાબ આપતાં સોનાક્ષી કહે છે, ‘એની મને ખાતરી છે. એનાથી વધારે એક યુવતી શું કરી શકે? હું હંમેશાંથી પ્રયાસ કરતી આવી છું કે પોતાને સારી એક્‍ટર તરીકે સાબિત કરૂં અને ફરીથી મેં પોતાની જાતને સાબિત કરી છે કે મૈં અચ્‍છી એક્‍ટર હૂં ભાઈ.’

લાઇફમાં ઘણી બાજુએથી શીખવા મળ્‍યું છે એવું જણાવતાં સોનાક્ષી કહે છે, ‘મને ઘણી સારી તકો મળી છે. મને મળેલા અનુભવ માટે હું કોઈ એક જ બાબતને જવાબદાર નથી ગણતી. એના માટે મારી ફિલ્‍મોની પસંદગી, જે મેકર્સ સાથે મેં કામ કર્યું છે એ પણ જવાબદાર છે. જોકે પ્રોફેશનલી મને દરેક અનુભવમાંથી કાંઈક ને કાંઈક શીખવા મળ્‍યું છે, એને કારણે હું આજે એક્‍ટર છું અને સંજય સરના વિશ્વમાં સામેલ થવા માટે યોગ્‍ય બની છું.’

- Advertisement -
- Advertisement -