- Advertisement -

શુક્રવારના દિવસે અપનાવો આ 9 ઉપાય, માતા લક્ષ્મી પ્રસન્ન થઈને કરશે ધનનો વરસાદ

- Advertisement -

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની આરાધના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે અને માતાની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. શુક્રવારની પૂજામાં લક્ષ્મીજીની સાથે સાથે વિષ્ણુજીની પણ પૂજા જરૂર કરો.

- Advertisement -

આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે મહાલક્ષ્મી વ્રત અને શુક્રવારનો દિવસ એક સારો સંયોગ છે. જાણો શુક્રવારના દિવસે લક્ષ્મીજીના કયા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

- Advertisement -

શુક્રવારના ઉપાય

- Advertisement -

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સાચ્ચા મનથી માતા લક્ષ્મીનું વ્રત કરો.
આ દિવસે લક્ષ્મીજીની સાથે સાથે વિષ્ણુજીની પણ પૂજા કરો.
શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો આમ કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે.
શુક્રવારના દિવસે માતાની પૂજા વખતે શંખ અને ઘંટ જરૂર વગાડો. આમ કરવાથી માતાની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહેશે.
દરરોજ ગાયને રોટલી અને ગોળ જરૂર ખવડાવો. જો રોજ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ કામ જરૂર કરો. આમ કરવાથી ધનની કમી નહીં થાય અને તમારૂ ઘર ખુશીઓથી ભરાઈ જશે.
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ ઘર અને મંદિરની સાફ સફાઈ કરો, માતા લક્ષ્મીના નિવાસ એવા ઘરમાં હોય છે જે સાફ-સ્વચ્છ હોય છે.
માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ જરૂર કરો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે.
સવાર સાંજ ઘરમાં ઘીનો દિવો જરૂર કરો. સાથે જ તુલસી પર જળ ચડાવીને ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ જરૂર કરો.
શુક્રવારના દિવસે લક્ષ્મીજીની આરતી જરૂર કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )

- Advertisement -
- Advertisement -