- Advertisement -

લાલ સાડીમાં સુંદર લાગી તાપસી પન્નુ, લગ્ન પછી પ્રથમ વખત જોવા મળી અભિનેત્રી

- Advertisement -

તાપસી પન્નુ મેથિયાસ બો સાથેના લગ્નની પુષ્ટિ કર્યા પછી ગઈકાલે સાંજે પ્રથમ વખત જોવા મળી હતી. અભિનેત્રી તાપસી પન્નુ નિર્માતા આનંદ પંડિતની પુત્રી ઐશ્વર્યાના લગ્નના રિસેપ્શનમાં લાલ સાડી પહેરીને પહોંચી હતી. જ્યાં અભિનેત્રીએ પેપ્સની સામે સ્મિત સાથે પોઝ આપ્યો હતો.

- Advertisement -

લાંબા સમય સુધી પોતાના લગ્નના સમાચારોથી હેડલાઇન્સમાં રહેનાર, તાપસી પન્નુ ગઈકાલે સાંજે પ્રથમ વખત જોવા મળી હતી. તાપસી પન્નુ 11 એપ્રિલે આનંદ પંડિતના ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન પાર્ટીનો ભાગ બની હતી. જ્યાં અભિનેત્રી લાલ સાડીમાં પોતાનો ગ્લો ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

- Advertisement -

આનંદ પંડિતની દીકરીના ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનમાં તાપસી પન્નુએ બ્લેક અને ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝ સાથે લાલ રંગની સાડી પહેરી હતી. લાલ સાડીની સાથે તાપસી પન્નુએ ગોલ્ડન કલરની પાઉચ બેગ પણ કેરી કરી હતી.

- Advertisement -

લાલ સાડીની સાથે તાપસીએ કાનમાં મોટી બુટ્ટી અને હાથમાં લાલ બંગડીઓ પણ પહેરી હતી. અભિનેત્રીએ તેના કપાળ પર નાની કાળી બિંદી સાથે લાલ લિપ શેડ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. તાપસી પન્નુના તાજેતરના દેખાવે ચાહકોને પ્રભાવિત કર્યા છે.

તાપસી પન્નુના લુક કરતા પણ અભિનેત્રીના સ્મિત પર ચાહકોના દિલ પીગળી રહ્યા છે. તાપસી પન્નુએ આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં પેપ્સની સામે ખૂબ જ સ્ટાઇલ અને સ્મિત સાથે પોઝ આપ્યો હતો. તાપસીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે, તાપસી પન્નુ છેલ્લા કેટલાક સમયથી તેના લગ્નના સમાચારને લઈને સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. આ બધાની વચ્ચે અભિનેત્રીના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પર તાપસી પન્નુએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વીડિયો અને સમાચાર વાઈરલ થયા બાદ તાપસી પન્નુએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જ્યાં તેણે લગ્નના સમાચારની પુષ્ટિ કરી હતી.

- Advertisement -
- Advertisement -