- Advertisement -

શાહરુખને જોવા ઊમટ્યા ફૅન્સ અને વધુ સમાચાર

- Advertisement -

શાહરુખ ખાને ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘર મન્નતની બહાર તેના ફૅન્સને મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તે દર વર્ષે તેના ઘરની બહાર આવે છે અને ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી કે ‘દરેકને ઈદ મુબારક. મારો દિવસ સ્પેશ્યલ બનાવવા માટે દરેકનો આભાર. અલ્લા દરેકને પ્રેમ અને ખુશી આપે.’

ઈદ નિમિત્તે આમિરે બન્ને દીકરાઓ સાથે ઘરની બહાર આવીને ફોટોગ્રાફર્સને આપી મીઠાઈ

- Advertisement -

આમિર ખાને ગઈ કાલે ઈદના તહેવાર નિમિત્તે દીકરા જુનૈદ અને આઝાદ સાથે ઘરની બહાર આવીને સૌને ઈદની શુભકામના આપી. સાથે જ તેના બિલ્ડિંગની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સને મીઠાઈ આપી હતી અને બન્ને દીકરાઓ સાથે ઊભા રહીને ફોટો પણ ક્લિક કર્યા હતા.

ટાઇગરની ફિલ્મ જોવા પહોંચી દિશા

ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ જોવા માટે એના સ્ક્રીનિંગમાં દિશા પાટણી જોવા મળી હતી. ટાઇગર અને દિશા રિલેશનશિપમાં હતાં અને તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ફરી પૅચઅપ કરવાની કોશિશ કરી રહ્યાં છે એવા સમાચાર હંમેશાં ચર્ચામાં રહે છે. ટાઇગર સાથે આ ફિલ્મમાં અક્ષયકુમાર પણ છે અને એનું સ્ક્રીનિંગ હાલમાં જ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યું હતું. દિશાની હાજરીથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. દિશા સિવાય આ સ્ક્રીનિંગમાં ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

ડૉગીઝ પાસે શાંતિ મળે છે શિલ્પાને

શિલ્પા શેટ્ટી કુન્દ્રાને તેના પેટ ડૉગીઝ સાથે સમય પસાર કરવો ગમે છે અને એમની સાથે તેને શાંતિ મળે છે. તેના બે ડૉગી સિમ્બા અને ટ્રફલ સાથે મસ્તી કરતો વિડિયો શિલ્પાએ શૅર કર્યો છે. ડૉગીઝને પણ શિલ્પાની કંપની ખૂબ ગમી રહી છે. ગઈ કાલે નૅશનલ પેટ ડે હતો. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી, ‘દુનિયાની અવ્યવસ્થાની વચ્ચે એ મને શાંતિ આપે છે. દરેકને મારી, સિમ્બા અને ટ્રફલ તરફથી શુભકામના.’

- Advertisement -
- Advertisement -