- Advertisement -

સ્ટ્રીટ ડૉગ્સના સપોર્ટમાં અનુષ્કા

- Advertisement -

અનુષ્કા શર્માએ હાલમાં જ એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સ્ટ્રીટ ડૉગ્સે કેવી રીતે એક છોકરાનો જીવ પિટ બુલથી બચાવ્યો એ વિશે છે. ઘણી વાર સ્ટ્રીટ ડૉગ્સના વિડિયો આવે છે જેમાં એ કેવી રીતે લોકોને પરેશાન કરે છે એ દેખાડવામાં આવે છે. આથી ઘણા લોકો સ્ટ્રીટ ડૉગ્સને શેલ્ટર હોમમાં મોકલવા કહે છે. જોકે અનુષ્કાએ જે વિડિયો શૅર કર્યો છે એ ઓરિજિનલ વિડિયો ધરમશાલા ઍનિમલ રેસ્ક્યુ દ્વારા શૅર કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે પિટ બુલ પંદર વર્ષના એક છોકરા પર હુમલો કરે છે. તેને કોઈ બચાવવા નથી આવતું. જોકે ત્યારે સ્ટ્રીટ ડૉગ્સ એ પિટ બુલથી તેને બચાવવાની કોશિશ કરે છે. એ દરમ્યાન છોકરાને ભાગવાનો ચાન્સ મળે છે અને તે એક ઘરમાં ભરાઈ જાય છે.

આ ઘટના મંગળવારે ગાઝિયાબાદમાં થઈ હતી. આ છોકરો હાલમાં ક્રિટિકલ છે, પરંતુ સ્ટ્રીટ ડૉગ્સને કારણે તેનો જીવ બચી ગયો છે. આ વિડિયો શૅર કરીને ધરમશાલા ઍનિમલ રેસ્ક્યુએ કહ્યું હતું કે સ્ટ્રીટ ડૉગ્સ રિયલ હીરો હોય છે અને એમને પ્રેમનો એક ચાન્સ આપવો જોઈએ. અનુષ્કાએ આ વિડિયો શૅર કરીને એટલું લખ્યું છે કે હાઇલાઇટ બોથ સાઇડ. તેનો કહેવાનો મતબલ છે કે જો સ્ટ્રીટ ડૉગ્સ લોકોને પરેશાન કરતા હોય તો એ લોકોના જીવ પણ બચાવે છે એ વિશે પણ લોકોને જાણ થવી જોઈએ.

- Advertisement -
- Advertisement -