- Advertisement -

નવરાત્રીના વ્રતમાં ટ્રાય કરો ફરાળી રાજગરાથી બનેલા મસાલા પરાઠા, ખૂબ જ સરળ છે રેસિપી

- Advertisement -

ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારને લોકો ખૂબ જ ઉત્સાહથી મનાવે છે અને માતાજીની પૂજા કરીને વ્રત પણ રાખે છે. સામાન્ય રીતે લોકો તેમના ફરાળમાં સાબુદાણાની ખીર અથવા ખીચડી, જીરા બટેટા અથવા રાજગરાના લોટમાંથી બનાવેલ વાનગીઓ ખાય છે. પણ શું તમે ક્યારેય રાજગરાના પરાઠા બનાવીને ખાધા છે?

- Advertisement -

જો નહીં, તો આજે અમે તમારા માટે રાજગરાના પરાઠા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

- Advertisement -

આ પરાઠા ફાઈબર જેવા ગુણોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. તે સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો ચાલો જાણીએ રાજગરાના પરાઠા કેવી રીતે બનાવવા……

- Advertisement -

સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • 100 ગ્રામ પનીર
  • 2 મીડીયમ બાફેલા બટાકા
  • 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  • 2 બારીક સમારેલા મરચા
  • છીણેલું આદુ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 કપ શેકીને વાટેલા સીંગદાણા
  • 2 ચમચી દેશી ઘી

કેવી રીતે બનાવવા પરાઠા

  • આ પરાઠાને બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં લોટ લો અને પછી તેમાં બધી સામગ્રીને ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લો.
  • આમ તો પાણી વિના જ આ લોટ ગૂંથાઈ જાય છે. પરંતુ જો ન ગૂંથાઈ તો થોડું પાણી વાપરો. પાણીનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો.
  • કણક ગૂંથ્યા પછી હાથને ઘીથી ગ્રીસ કરી લો અને પછી નાના બોલ બનાવી લો.
  • હવે આ બોલ્સને તમારી હથેળીની વચ્ચે દબાવો અને સરખી રીતે ફેલાવો.
  • આ ચપટા પરાઠાને ગરમ તવા પર મૂકો અને બંને બાજુથી પકાવો.
  • ઘી લગાવીને સારી રીતે શેંકી લો. હવે તમારી પસંદગીના રાયતા અથવા ચટણીની સાથે સર્વ કરો.
- Advertisement -
- Advertisement -