- Advertisement -

ટમીને ફ્લેટ કરવું છે! રોજ સવારે ભૂખ્યા પેટે પીઓ 4માંથી 1 ડ્રિંક

- Advertisement -
  • ગ્રીન ટીને સવારમાં ખાલી પેટે પીવાથી થશે લાભ
  • અજમાનું પાણી મેટાબોલિઝમ ઘટાડવામાં કરશે મદદ
  • પાણીમાં રાતે વરિયાળી પલાળી સવારે આ પાણી ગાળીને પીઓ

આપણામાંથી અનેક લોકો ઈચ્છે છે કે તેમનું શરીર ફિટ અને ટોન્ડ દેખાય પણ અનેકવાર લોકો ખાવા-પીવાની આદતોના કારણે પેટ અને કમરની આસપાસની ચરબીને વધારી દે છે. આ પછી બોડીનો ઓવરઓલ શેપ બગડી જાય છે. તેની અસર સુંદરતા પર પણ પડે છે.

- Advertisement -

જો કે દરેક વ્યક્તિ માટે સવારે કે સાંજે ચાલવાનું કે કસરત કરવાનું શક્ય બનતું નથી. જિમમાં કલાકો પરસેવો વહાવો પણ શક્ય બનતું નથી. તમે કોઈ ચોક્કસ ડાયટ પણ ફોલો કરી શકતા નથી કારણકે તમારું શિડ્યુલ ઘણું વ્યસ્ત રહે છે. તો તમે સવારના સમયે કેટલાક ખાસ અને સરળતાથી બની જતા ડ્રિંકને પસંદ કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યની ફિટનેસ માટે મદદ કરશે. તો તમે તેને આજથી જ પીવાનું શરૂ કરો.

- Advertisement -

આ ડ્રિંક્સ ફટાફટ ઘટાડશે પેટની ચરબી

- Advertisement -

ગ્રીન ટી

ગ્રીન ટીને હંમેશા દૂધ અને ખાંડની ચા સાથે સારો વિકલ્પ બની શકે છે. આ માટે સવારે ખાલી પેટે તેને પી લેવી ફાયદારૂપ રહે છે. તેનાથી તમે ફિટ રહી શકો છો. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

લીંબુ પાણી

આ પાણી વજન ઘટાડવાનો સારો વિકલ્પ બની શકે છે. તેને માટે તમે સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી લો અને તેમાં લીંબુ નીચોવી લો. કાળું મીઠું ઉમેરો અને પછી આ પાણી પી લો. નિયમિત રીતે આમ કરવાથી વજન ઘણે અંશે ઓછું થઈ જશે.

અજમાનું પાણી

અજમાનું પાણી એક એવો મસાલો છે જે દરેક રસોઈમાં હોય છે. તેને કેરમ સીડ્સ પણ કહેવામાં આવે છે. તેને ખાવાથી મેટાબોલિઝમ રેટ વધી જાય છે. તેના કારણે વજન ઘટાડવામાં મદદ મળી જાય છે. એક ગ્લાસ પાણીમાં અજમો મિક્સ કરીને રાતભર રહેવા દો. સવારે તેને ગાળીને પી લેવાથી રાહત મળશે.

વરિયાળીનું પાણી

વરિયાળીને સવારે ભોજન કર્યા બાદ ચાવવામાં આવે છે. કેમકે તેનો ઉપયોગ નેચરલ માઉથ ફ્રેશનરના રૂપમાં કરાય છે. એક ગ્લાસ પાણીમાં મીઠું અને વરિયાળીને મિક્સ કરી લો અને રાતભર પલાળીને રાખો. સવારે તેને સુતરાઉ કપડાથી ગાળી લો અને પછી પીઓ.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -