- Advertisement -

જો ભારત ન હોત તો જસપ્રીત બુમરાહ આ દેશ માટે ક્રિકેટ રમી રહ્યો હોત, પત્ની સામે કરી કબૂલાત

- Advertisement -

અમદાવાદથી કારકિર્દીની શરૂ કરીને ભારતના જ નહીં વિશ્વના દિગ્ગજ મીડિયમ પેસ બોલરોમાં સ્થાન મેળવનારા જસપ્રીત બુમરાહે તેના ભૂતકાળના કેટલાક સંસ્મરણોને વાગોળ્યા હતા. જસપ્રીતે તેની પત્ની સંજના ગણેશન સાથેની વાતચીતમાં જ ખુલાસો કર્યો હતો કે, એક તબક્કે તો મારો અભ્યાસ પુરો થઈ જાય પછી અમારો પરિવાર કેનેડામાં સ્થાયી થવાનું વિચારતો હતો. જોકે મારી માતાના નિર્ણયને કારણે અમારો આ પ્લાન-બી પડતો મૂકવો પડ્યો અને હું ભારતીય ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરી શક્યો હતો.

- Advertisement -

જો તેમ ન થયું હોત તો આજે હું કેનેડાની ટીમમાંથી ક્રિકેટ રમવાનો પ્રયાસ કરતો હોત.

- Advertisement -

બુમરાહે કહ્યું કે, દરેક ખેલાડીનું ક્રિકેટ રમવાનું સ્વપ્ન હોય છે. દેશની દરેક ગલીમાં પાંચ ખેલાડી તો એવા મળી જ રહે કે જેઓ દેશ માટે રમવા ઈચ્છતા હોય. આવી સ્થિતિમાં બેકઅપ પ્લાન જરુરી છે. અમારા એક સગા કેનેડામાં રહે છે તો અમે ત્યારે વિચાર્યું હતુ કે, મારો અભ્યાસ પુરો થઈ જાય પછી અમે ત્યાં (કેનેડા)માં સ્થાયી થઈ જઈશું.

- Advertisement -

પહેલા તો અમે પરિવારની સાથે ત્યાં સ્થાયી થવાનું વિચાર્યું હતુ. જોકે મારી માતાને શાળામાં આચાર્ય તરીકે બઢતી મળી એટલે તેઓ ત્યાં જવા ઈચ્છતા નહતા. કેનેડા ભારત કરતાં તદ્દન ભિન્ન વાતાવરણ ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિ પણ અલગ છે. આ કારણે મારા માતાએ કેનેડા જવાનો વિચાર માંડી વાળ્યો. તેમના નિર્ણયથી હું ખુબ ખુશ થયો. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે, પરિસ્થિતિ મને અનુકૂળ થઈ ગઈ. નહીંતર તો હું કેનેડાની ટીમ તરફથી રમવાનો પ્રયાસ કરતો હોત કે કશું બીજું કરતો હોત. મને ગર્વ છે કે હું ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિન્સ માટે રમી રહ્યો છું.

- Advertisement -
- Advertisement -