- Advertisement -

મુંબઈ સામેની મેચમાં દિનેશ કાર્તિકે ‘ગલી ક્રિકેટ’ જેવો માહોલ બનાવી દિધો, રચનાત્મક શોટ જોઇને ફિલ્ડર પણ દર્શક બની ગયા;

- Advertisement -

38 વર્ષીય દિનેશ કાર્તિકે ગુરુવારે તે કર્યું જે યુવા ક્રિકેટરોનું સપનું હોય છે. દિનેશ કાર્તિકે મુંબઇના વાનખેડે ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે MI ના બોલરના બોલ પર શાનદાર શોટ્સ રમ્યા હતા. જાણે તે ગલ્લી ક્રિકેટ રમી રહ્યો હોય. તેની આ શોટ મારવાની સ્ટાઈલ ક્રિકેટના કોરિડોરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

- Advertisement -

કાર્તિકે 16મી ઓવરમાં ઘણા ક્રિએટિવ શોટ્સ ફટકાર્યા તેને ચાહકો નું દિલ જીતી લીધું છે. આકાશ મધવાલના બીજા બોલ પર, તે લેગ સાઇડ પર સ્કૂપ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મધવાલે સમજી ગયો અને બોલને ઓફ સ્ટમ્પ તરફ ફેંક્યો હતો. ડીકે એ તરત જ પોતાનો વિચાર બદલ્યો અને બેટ પર ફુલ ટોસ લીધો અને સ્લીપ પર ચોગ્ગો ફટકાર્યો હતો. દસ બોલમાં પ્રથમ બાઉન્ડ્રી ફટકાર્યા બાદ ડીકે રોકાયો નહોતો.

- Advertisement -

તેને ફરી એકવાર ચોથા બોલ પર સ્લીપ ને ટાળી અને તે જ દિશામાં શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમા બોલ પર, ડીકે એ ફરી એક ચતુરાઈ ભર્યો શોટ રમ્યો અને બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લઈ ગયો હતો. આ બાદ ડીકે ને રોકવો મુશ્કેલ બની ગયો હતો. છઠ્ઠા બોલ પર તેણે ફરીથી આવું જ કર્યું અને બોલ ફરી એકવાર બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો. એટલે કે ડીકે એ દરેક વખતે એક જ દિશામાં શોટ માર્યા અને ફિલ્ડરો તેની સામે દર્શક બનીને ઉભા રહ્યા હતા.

- Advertisement -

છઠ્ઠા નંબર પર આવેલા દિનેશ કાર્તિકે 23 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને 230 થી વધુના સ્ટ્રાઈક રેટ થી અણનમ 53 રન બનાવ્યા હતા. તેની શાનદાર ઈનિંગ્સ જોઈને ક્રિકેટ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેણે આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમનો સ્કોર 196 રન સુધી પહોંચાડ્યો હતો.

દિનેશ કાર્તિક આ દિવસોમાં શાનદાર ફોર્મ માં જોવા મળી રહ્યો છે. CSK સામે અણનમ 38, PBKS સામે અણનમ 28 અને KKR સામે 20 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા પછી, DK એ MI સામે જે કર્યું તેનાથી દરેકને આશ્ચર્ય થયું. જો કે કાર્તિકે કહ્યું છે કે આ તેની છેલ્લી આઈપીએલ છે, પરંતુ તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ચાહકો તેને વર્લ્ડ કપમાં સામેલ કરવા માટેની માંગ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -