- Advertisement -

સમોસા ખાવાના શોખીન છો? તો આજે જ ટ્રાય કરો આ અનોખી રેસિપી

- Advertisement -

સમોસાનો મસાલો બનાવવા માટેની સામગ્રી
બાફેલા બટેકા, જીરું, હળદર પાવડર, કોથમીર, મીઠું, 100 ગ્રામ લીલા વટાણા, ચાટ મસાલા પાવડર, વરિયાળી, લાલ મરચું પાવડર, લીલા મરચા, આદુ, લસણ, 1 લીંબુ, ગરમ મસાલો, કાજુ

- Advertisement -

લોટ બાંધવા માટે
1/2 કિલો લોટ, ઘી અથવા તેલ, 5 ગ્રામ અજવાઈન, મીઠું, પાણી, તળવા માટે તેલ

- Advertisement -

બનાવવાની રીત

- Advertisement -

સમોસા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાની છાલ કાઢીને તેને સારી રીતે મેશ કરી લો.
હવે લીલા મરચાં, લસણ, આદું અને કોથમીર ઝીણી સમારીને અલગ રાખી લો.
લોટ માટે રાખવામાં આવેલી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડા પાણીની મદદથી તેને ગૂંથીને લોટ બાંધી લો અને 10 મિનિટ માટે છોડી દો.
હવે સમોસાના આકાર પ્રમાણે લોટને નાના-નાના ભાગમાં કાપી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું શેક્યા પછી લસણ નાખીને સાંતળી લો. આ પછી બાકીની સામગ્રીને પણ પાંચ મિનિટ માટે સાંતળો.
હવે આ મસાલાને મેશ કરેલા બટાકામાં ઉમેરો. લોટના દરેક નાના ભાગને ગોળ વળીને તેને વચ્ચેથી કાપીને અડધો ગોળ બનાવી લો.
હવે અડધા ગોળાકાર બનાવેલ લોટની કિનારીઓ પર પાણી લગાવીને હાથમાં પકડી બંને કિનારોને જોડીને ત્રિકોણ આકાર બનાવી લો.
હવે આની વચ્ચે મિશ્રણને ભરો ઉપરના ભાગને બંધ કરી દો. આ પછી ગરમ તેલમાં આ સમોસાને નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
તમારા ટેસ્ટી આલુ સમોસા બનીને તૈયાર છે. તમે તેને ફુદીના અથવા આમલીની ચટણીની સાથે સર્વ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -