- Advertisement -

આ સરળ ઉપાયોથી ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન, વૈકુંઠ ચતુર્દશીથી તેમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવશે!

- Advertisement -

વૈકુંઠ ચતુર્દશી મહત્વ

- Advertisement -

શાસ્ત્રોમાં વૈકુંઠ ચતુર્દશીને ખૂબ જ મહત્વ પ્રદાન કરવામાં આવ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની એકસાથે જ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ એટલે પણ આપવામાં આવે છે, કેમકે આ જ તિથિએ ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર ભેટ કર્યું હતું !

- Advertisement -

પ્રચલિત કથા અનુસાર એક વખત અસુરોએ સૃષ્ટિ પર હાહાકાર વર્તાવી દીધો. તેઓ એટલા શક્તિશાળી બની ગયા કે તેમના પર દેવતાઓના કોઈ જ અસ્ત્ર કે શસ્ત્ર કામ ન હતા આવી રહ્યા. ત્યારે શ્રીવિષ્ણુએ સમસ્ત અસ્ત્ર-શસ્ત્રના સ્વામી શિવજીની કમળ પુષ્પથી પૂજાનો સંકલ્પ લીધો. શિવજીએ શ્રીવિષ્ણુની પરીક્ષા લેવા એક કમળ તેમની માયાથી છુપાવી દીધું. એક કમળ ખૂટતા શ્રીવિષ્ણુ તેમનું કમળ સમાન નેત્ર શિવજીને અર્પવા તૈયાર થઈ ગયા. ત્યારે મહાદેવે પ્રગટ થઈને તેમને રોક્યા અને અસુરો સામે લડવા શ્રીવિષ્ણુને સુદર્શન ચક્રની ભેટ આપી. કહે છે કે આ ઘટના કારતક સુદી ચૌદસે જ ઘટી હતી અને એટલે જ આ ચૌદસની તિથિનું, ચતુર્દશી તિથિનું આગવું જ મહત્વ છે.

- Advertisement -

વૈકુંઠ ચતુર્દશીએ કરવાના ઉપાયો

વિષ્ણુ સહસ્ત્રનામ
વૈકુંઠ ચતુદર્શીએ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી વ્યક્તિને અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ માટે સવારે વહેલા ઊઠીને નિત્ય કાર્યથી નિવૃત થઇને ભગવાન વિષ્ણુ સમક્ષ દીપ પ્રજવલિત કરવો. પછી ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ કરવો જોઇએ.

કેસરનું તિલક
વૈકુંઠ ચતુર્દશીના અવસરે ભગવાન વિષ્ણુને ભૂલ્યા વિના કેસરનું તિલક તો લગાવવું જ જોઇએ. કહે છે કે આ ઉપાય કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની વિશેષ કૃપા વરસાવે છે.

હળદરની માળા
વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુજી સમક્ષ સ્થાન ગ્રહણ કરવું અને ત્યારબાદ હળદરની માળાથી વિષ્ણુમંત્રના જાપ કરવા જોઈએ. આ રીતે પ્રભુ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી બને છે. વૈકુંઠ ચતુર્દશીએ હળદરની માળાનો આ પ્રયોગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પીળો રંગ
માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. એટલે, વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગનું આસન, પીળા રંગના વસ્ત્ર, પીળા રંગના પુષ્પ તેમજ પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આપના પર તેમજ આપના પરિવાર પર અકબંધ રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -