- Advertisement -

શુક્ર અને રાહુના સંયોગથી સર્જાશે ક્રોધ યોગ! કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ? વાંચો તમારી રાશિ શું કહે છે

- Advertisement -

એપ્રિલ મહિનામાં ઘણાં ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જેને લીધે અનેક યોગ સર્જાઈ રહ્યા છે. તે જ રીતે 12 એપ્રિલે સવારે શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં રાહુ તો પહેલેથી જ હાજર છે. શુક્ર અને રાહુની આ યુતિથી ક્રોધ નામના યોગનું નિર્માણ થશે. આખરે, આ ક્રોધ યોગ શું છે ?

- Advertisement -

અને શુક્રના આ પરિવર્તનથી કઈ રાશિના જાતકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ ? આવો, તે વિશે આજે વિગતે માહિતી મેળવીએ.

- Advertisement -

શું છે ક્રોધ યોગ ?

- Advertisement -

રાહુ સાથે જ્યારે પણ શુક્રની યુતિ થાય છે, તો તેની બે પ્રકારે અસર જોવા મળે છે. એક તો વ્યક્તિની ભૌતિક સુખ-સુવિધામાં વધારો થાય છે. સાથે જ સમૃદ્ધ જીવનશૈલીના લીધે તેનામાં અહંકારની ભાવના જન્મે છે. જેને લીધે વ્યક્તિનો સ્વભાવ પણ ક્રોધી બની જાય છે. આ સમયને જ ક્રોધ યોગ કહે છે. આ સંજોગોમાં વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર બની જાય છે અને તે વારંવાર ગુસ્સો કરી બેસે છે. એટલે, આ યોગ દરમિયાન સાવચેત રહેવું પણ અત્યંત જરૂરી બની જાય છે. રાહુ-શુક્રની યુતિ સમૃદ્ધિ વધારનારી પણ છે. ત્યારે તે વિવિધ રાશિને વિવિધ લાભની પ્રાપ્તિ પણ કરાવશે.

મેષ રાશિ

મેષ રાશિમાં શુક્ર-રાહુની યુતિ થઈ રહી છે. જેને લીધે વ્યર્થના વિવાદ ઊભા થઈ શકે છે. પરંતુ, આ સમય દરમિયાન વાહન કે સંપત્તિ સાથે જોડાયેલા કાર્યો પણ સફળ થશે અને ભૌતિક સુખમાં પણ વૃદ્ધિ થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિમાં શુક્ર-રાહુની યુતિ દ્વાદશમાં બની રહી છે. જેને લીધે ભૌતિક સુખો પર વધારે ખર્ચ થશે. તમે કોર્ટ-કચેરી જેવાં મામલાઓમાં પણ ફસાઈ શકો છો. અલબત્, ધનલાભની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

મિથુન રાશિ

મિથુન રાશિમાં અગિયારમાં ભાવમાં રાહુ-શુક્રની યુતિ ધનલાભ કરાવશે. આ રાશિના વ્યક્તિઓની આર્થિક યોજનાઓ સફળ થશે. અલબત્, આપના અહંકારમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના દસમા ભાવમાં બનતી રાહુ-શુક્રની યુતિ કારકિર્દીમાં અચાનક પરિવર્તન લાવશે. નવા કામ મળવાની સાથે જ શેર બજારમાં પણ લાભ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોનું ભાગ્ય રાહુ-શુક્રની યુતિથી વધારે જ પ્રબળ બનશે. ફસાયેલા નાણા પરત મળવાના યોગ બની રહ્યા છે. ધનલાભની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સાથે જ તમારા અહંકાર અને ક્રોધમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. તો, પોતાના સ્વભાવ અંગે સતર્ક રહેવું.

કન્યા રાશિ

કન્યા રાશિમાં આઠમા ભાવમાં રાહુ-શુક્રની યુતિ બનવાથી કોઈ દુર્ઘટનાની શક્યતા વર્તાઈ રહી છે. અલબત્, સ્વજન દ્વારા અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિ

તુલા રાશિમાં સાતમા ભાવમાં રાહુ-શુક્રની યુતિ લગ્નજીવન માટે અત્યંત શુભ સાબિત થશે. જો કે, ક્રોધના લીધે તમારા ઘણાં સંબંધ બગડી પણ શકે છે ! યુવાનોને પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને રાહુ-શુક્રની યુતિથી રોગ તેમજ શત્રુઓમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સમય દરમિયાન આપે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. ભૂમિ, સંપત્તિની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. અચાનક ધન લાભની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોને શિક્ષણ અને સંતાનના ક્ષેત્રમાં લાભ થશે. તમારા પ્રેમ સંબંધ વધુ ગાઢ થશે. લગ્નજીવનમાં મધુરતા અકબંધ રહેશે. ક્યાંકથી સંપત્તિ પ્રાપ્ત થવાના પણ યોગ વર્તાઈ રહ્યા છે.

મકર રાશિ

મકર રાશિમાં ચોથા ભાવમાં શુક્ર-રાહુની યુતિ જાતકને અચાનક જ ભૌતિક સુખ-સુવિધાઓ પ્રદાન કરશે. કૌટુંબિક જીવન પર વધુ સુખદ બનશે. એટલું જ નહીં, મોસાળ પક્ષથી પણ લાભ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને તેમના ભાઈ-બહેન તરફથી લાભ મળશે. તમને પૈતૃક સંપત્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. તે સિવાય તમારી વૈભવી જીવનશૈલી, પ્રેમ, આકર્ષકતામાં પણ વૃદ્ધિ થશે.

મીન રાશિ

મીન રાશિમાં બીજા ભાવમાં રાહુ-શુક્ર તમને વૈભવી જીવનશૈલી દેશે. તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે સુખદ સમય વીતાવશો. નવા કાર્ય કે વ્યવસાય પ્રાપ્ત થશે.

અજમાવો આ ઉપાય !

રાહુ-શુક્રની યુતિ દરમિયાન જાતકે ચાંદીના આભૂષણ ધારણ કરવા જોઈએ. આ સિવાય ઓપલ રત્નને ધારણ કરવું પણ તમારા માટે લાભદાયક બની રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -