- Advertisement -

ઘરે ઝડપથી બનાવી લો સાબુદાણાના પાપડ, જાણી લો સરળ રેસીપી

- Advertisement -

મોટાભાગના લોકોને પાપડ ખાવા ગમતા હોય છે. ભોજન સાથે પાપડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પાપડ ઘણા પ્રકારના બનતા હોય છે. આજે અમે તમારી માટે ઘરે જ સરળતાથી બનાવી શકાય તેવા સાબુદાણાના પાપડની રેસીપી લઈને આવ્યા છીએ. ત્યારે જાણો સાબુદાણાના પાપડ બનાવવાની સરળ રીત.

- Advertisement -

સાબુદાણાના પાપડ બનાવવા માટેની સામગ્રી

- Advertisement -
  • 250 ગ્રામ સાબુદાણા
  • પાણી
  • તેલ
  • જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ઈડલી મેકર અથવા સ્ટીમર
  • બંગડીઓ

સાબુદાણાના પાપડ બનાવવાની રીત

- Advertisement -
  • સાબુદાણામાં મીઠું, પાણી અને જીરું નાખીને 3-4 કલાક માટે પલાળી રાખો.
  • સાબુદાણા પલળી જાય ત્યારે તેમાં હાજર પાણીને અલગ કરી દો.
  • હવે એક ટ્રે અથવા થાળીમાં તેલ લગાવીને બધી બંગડીઓ એકસાથે રાખો.
  • બંગડીઓની વચ્ચે સાબુદાણાના મિશ્રણને મૂકીને આંગળી અથવા ચમચીથી ફેલાવી લો.
  • સાબુદાણા મૂક્યા પછી બંગડીઓને હટાવી લો.
  • તેને 15-20 મિનિટ સુધી સ્ટીમ કરો.
  • તડકાવાળી જગ્યાએ પ્લાસ્ટિક સીટ અથવા કાપડ ફેલાવી લો.
  • 15 થી 20 મિનિટ પછી આંચ બંધ કરીને સાબુદાણાના પાપડને બહાર કાઢીને પ્લાસ્ટિક સીટ અથવા કપડામાં રાખો.
  • એકથી બે દિવસના સારા સૂર્યપ્રકાશમાં પાપડ સારી રીતે સુકાઈ જશે.
  • પાપડને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો.
  • જ્યારે પણ પાપડ ખાવાનું મન થાય ત્યારે તેને તેલમાં તળીને ગરમા-ગરમ પાપડનો આનંદ લો.

ઈડલી મેકરમાં આ રીતે બનાવો સાબુદાણાના પાપડ

  • ઈડલી મેકરના તમામ ગોળામાં તેલ લગાવો.
  • તમામ ગોળામાં સાબુદાણાના મિશ્રણને નાખીને સારી રીતે ફેલાવી લો.
  • મિશ્રણ ઉમેર્યા પછી ઢાંકણ બંધ કરો.
  • 15-20 મિનિટ માટે સારી રીતે પકાવો.
  • પાપડ બનીને તૈયાર થઈ જાય ત્યારે તેને ચમચી અને છરી વડે બહાર કાઢીને પ્લાસ્ટિક સીટ અથવા કપડા પર સૂકવી દો.
- Advertisement -
- Advertisement -