- Advertisement -

આ સુપર ફૂડને અજમાવી જુઓ, સ્વાદની મજા માણી શકાશે અને બીમારીઓથી પણ દૂર રહેવાશે

- Advertisement -

પંજાબી વાનગીનો સ્વાદ એકદમ સ્પાઈસી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે શાક આદુ અને લસણનું બન્યું હોય તો તેનો સ્વાદ પણ બિલકુલ અલગ હશે. સામાન્ય રીતે આદુ અને લસણનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ બંને વસ્તુઓને મિક્સ કરીને શાક પણ બને છે. ચાલો જાણીએ શાક વિશે…

- Advertisement -

આદુ-લસણના શાકની સામગ્રી
5 લસણની કળી, આદુનો નાનો ટુકડો, 2 લીલા મરચા, 2 ચમચી ઘી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી, જરૂરિયાત મુજબ દૂધ, કસૂરી મેથી

- Advertisement -

બનાવવાની રીત

- Advertisement -

સૌથી પહેલા આદુ, લસણ અને લીલા મરચાને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે એક નાની કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી આદુની પેસ્ટને ઉમેરી દો.
સારી રીતે બંનેને ફ્રાય કરો, જ્યાં સુધી તે ઘી ન છોડવા લાગે. તેમાં હળદર અને લાલ મરચું ઉમેરો. બંને એક ચમચીમાં મિક્સ કરીને નાખો.

સાથે જ સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દો.
જરૂર મુજબ પાણી અને થોડું દૂધ ઉમેરી તેને હલાવો અને થોડી વાર પકાવો. બસ સૌથી છેલ્લે થોડી કસૂરી મેથી ઉમેરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ શાક.
તેને રોટલી, ભાત, દાળની સાથે સર્વ કરો. તેનો સ્વાદ અદ્ભુત લાગે છે.

- Advertisement -
- Advertisement -