- Advertisement -

લસણીયા બટાકાના ભજીયા બનાવવાની રેસિપી, ખાઈને મજા પડી જશે

- Advertisement -

લસણીયા બટાકાના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ આજે અહીં જણાવશે. મિક્સ ભજીયા જ્યારે બહાર તમે ઓર્ડર કરો છો ત્યારે તેમા એક લસણીયા બટાકાનું ભજીયું જરૂર હોય છે. જો કે બધા લોકોને તે ભાવતું પણ નથી. પરંતુ અહીં સ્ટેપ બાય સ્ટેપ જાણો કે લસણીયા બટાકાના ભજીયાને કેવી રીતે બનાવવા.

- Advertisement -

લસણીયા બટાકાના ભજીયા બનાવવા માટેની સામગ્રી

- Advertisement -

બટાકા નાની સાઈઝના
ચણાનો લોટ
લસણ (ત્રણ ગાઠિયા)
લાલ મરચું પાવડર
હીંગ
મીઠું
હળદર
લસણીયા બટાકાના ભજીયા બનાવવાની રીત

- Advertisement -

સૌથી પહેલા બટાકાને મીઠું નાખી કૂકરમાં અધકચરા બાફી લેવા. વધારે બાફવાના નથી.
હવે ખાયણી લસણના ત્રણ કાઠિયા ફોલી, તેમા મીઠું, લાલ મરચું પાવડર ઉમેરી ખાંડી લેવી અને આ ચટણીને વાટકીમાં કાઢી લેવી.
હવે બફાયેલા બટાકાની છાલ ઉતારી લો.
પછી ભરેલું શાક બનાવવા માટે જે રીતે કાપા પાડો તે રીતે બટાકામાં બે કાપા પાડી દો. પછી તેમા લસણની ચટણી ભરી દો.
હવે તપેલીમાં ચણાનો લોટ લો, તેમા મીઠું, હીંગ, હળદર, તેલ ઉમેરી મિક્સ કરી દો. પછી પાણી ઉમેરી બેટર બનાવી લો.
હવે ભજીયા તલવા માટે તેલ મૂકો. પછી બેટરમાં બટાકાને બરાબર બોળીને તેલમાં મૂકો.
આમ એક પછી એક બટાકાને તળી લો.

- Advertisement -
- Advertisement -