- Advertisement -

બૉક્સ-ઑફિસ પર અક્ષય અને અજયનું કમજોર પ્રદર્શન

- Advertisement -

અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’એ બૉક્સ-ઑફિસ પર કમજોર પ્રદર્શન કર્યું છે. ‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં વિલનના રોલમાં સાઉથનો પૃથ્વીરાજ સુકુમારન જોવા મળી રહ્યો છે. સોનાક્ષી સિંહા, અલાયા ફર્નિચરવાલા અને માનુષી છિલ્લર પણ દેખાઈ રહી છે.

- Advertisement -

અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં ઍક્શન સીક્વન્સ શાનદાર છે. એમાં સ્પેશ્યલ વેપન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ રિયલ મિલિટરી સાધનો, ગન્સ, ટૅન્ક્સ અને મિલિટરી ટ્રક્સનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મ તહેવાર દરમ્યાન રિલીઝ થઈ હોવા છતાં એણે આટલો જ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પાસે ૨૫થી ૩૦ કરોડ રૂપિયાના બિઝનેસની આશા હતી. બીજી તરફ અજય દેવગનની ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસમાં બુધવારના પેઇડ પ્રિવ્યુઝનો પણ સમાવેશ થાય છે. આથી ગુરુવારે ફિલ્મે ફક્ત ૪.૭૫ કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો છે.

ઈદ દરમ્યાન રિલીઝ થયેલી ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન
વર્ષફિલ્મનું નામબિઝનેસ (રૂપિયામાં)
૨૦૧૦દબંગ૧૪.૫૦ કરોડ
૨૦૧૧બૉડીગાર્ડ૨૧.૬૦ કરોડ
૨૦૧૨એક થા ટાઇગર૩૨.૯૩ કરોડ
૨૦૧૪કિક૨૬.૪૦ કરોડ
૨૦૧૫બજરંગી ભાઈજાન૨૭.૨૫ કરોડ
૨૦૧૬સુલતાન૩૬.૫૪ કરોડ
૨૦૧૭ટ્યુબલાઇટ૨૧.૧૫ કરોડ
૨૦૧૮રેસ 3૨૯.૧૭ કરોડ
૨૦૧૯ભારત૪૨.૩૦ કરોડ
૨૦૨૩કિસીકા ભાઈ કિસીકી જાન૧૫.૮૧ કરોડ
- Advertisement -
- Advertisement -