- Advertisement -

૮ મહિનામાં ૧૫ કિલો વજન ઘટાડ્યું બોની કપૂરે

- Advertisement -

બોની કપૂરે તેનાં ચાર બાળકો જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, ખુશી કપૂર અને અંશુલા કપૂરને કારણે પોતાનું વજન ઘટાડ્યું છે. તેમનું કહેવું છે કે તેનાં ચારેય બાળકોને તેની હેલ્થની ખૂબ ચિંતા થતી હતી અને એથી તેમણે ફિટનેસ પર ધ્યાન આપ્યું. એ વિશે બોની કપૂર કહે છે, ‘છેલ્લા છથી આઠ મહિનામાં મેં લગભગ ૧૪થી ૧૫ કિલો વજન ઘટાડ્યું છે. હું હેલ્ધી ફૂડ ખાઉં છું.

- Advertisement -

પૂરતી ઊંઘ લઉં છું. મારી હેલ્થની પણ ખૂબ કાળજી લઉં છું. મારા કરતાં વધુ ચિંતા મારાં બાળકોને થતી હતી. તેઓ એ વાતની પૂરી ખાતરી રાખતાં હતાં કે હું મારી હેલ્થની કાળજી લઉં.’

- Advertisement -

અજાણ્યા લોકોના ફોન પણ રિસીવ કરે છે બોની કપૂર

- Advertisement -

બોની કપૂર હંમેશાં તેમના પર આવતા દરેક ફોન રિસીવ કરે છે. આ વિશે બોની કપૂર કહે છે, ‘જાહ્નવી-ખુશી, અર્જુન-અંશુલા મને દરરોજ કૉલ કરે છે. તેમના કૉલ્સની સંખ્યા તો યાદ નથી, પરંતુ મારી ટેવ છે કે હું દરેક કૉલ રિસીવ કરું છું પછી ભલે એ મારા કૉન્ટૅક્ટ લિસ્ટમાં ન હોય. હું દરેક ફોન અટેન્ડ કરું છું. જો મારાથી કોઈ કૉલ મિસ થઈ જાય તો હું કૉલ-બૅક પણ કરું છું.’

- Advertisement -
- Advertisement -