- Advertisement -

દિલજિતની સરદારની અટકી પડી હતી પ્રિયંકાના કારણે

- Advertisement -

બોની કપૂર ‘સરદારની’ નામની ફિલ્મ દિલજિત દોસંજ અને પ્રિયંકા ચોપડા જોનસ સાથે બનાવવાના હતા. જોકે પ્રિયંકાને હૉલીવુડની ઑફર મળતાં આ ફિલ્મ બની શકી નહીં. એ વિશે વિસ્તારમાં બોની કપૂર કહે છે, ‘દિલજિત હંમેશાંથી સારો ઍક્ટર રહ્યો છે. ઘણા વખત પહેલાં હું તેના અને પ્રિયંકા ચોપડા જોનસ સાથે એક ફિલ્મ બનાવવાનો હતો. એનું નામ ‘સરદારની’ હતું. એ જ વખતે પ્રિયંકાને હૉલીવુડમાંથી ‘ક્વૉન્ટિકો’ના શૂટિંગની ઑફર આવી હતી.

- Advertisement -

એથી તેણે અમને થોડો સમય રાહ જોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેને બીજી સીઝન પણ ઑફર કરવામાં આવી હતી. એથી ફાઇનલી અમારે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો, કારણ કે તે ત્યાં બંધાઈ ગઈ હતી. જે પ્રકારે તેની પ્રશંસા થતી હતી, તેને વધુ ઑફર્સ મળવા લાગી હતી. તેણે ત્યાં કરીઅર બનાવવાનું નક્કી કરી લીધું હતું.’

- Advertisement -
- Advertisement -