- Advertisement -

‘અમર સિંહ ચમકીલા’ના શૂટિંગ જેવી મજા ક્યારેય નથી આવી પરિણીતિને

- Advertisement -

પરિણીતિ ચોપડા ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત દોસંજ સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અમરજોત કૌરના રોલમાં પરિણીતિ દેખાઈ રહી છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પરિણીતિ, દિલજિત અને ઇમ્તિયાઝ અલી પહોંચ્યાં હતાં. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ વ્યક્ત કરતાં પરિણીતિ કહે છે, ‘ઇમ્તિયાઝના માર્ગદર્શન હેઠળ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ખૂબ જ મજા આવી છે.

- Advertisement -

તેણે મને સ્વાદિષ્ટ ફૂડ અને પરાઠાં ખવડાવ્યાં હતાં. મને નથી લાગતું કે આટલી મજા મને અન્ય કોઈ ફિલ્મના શૂટિંગ વખતે આવી હોય.’

- Advertisement -

સિંગર અમર સિંહ ચમકીલાને પંજાબના એલ્વિસ પ્રેસ્લી કહેવામાં આવતા હતા. એ સમયે તેઓ પંજાબના રૉકસ્ટાર ગણાતા હતા. ફિલ્મનું શૂટિંગ પણ રિયલ લોકેશન પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે પરિણીતિએ વજન વધાર્યું હતું. એ વિશે પરિણીતિ કહે છે, ‘બાયોપિકમાં પોતાની જાતને જોવા જેવી મજા કોઈ નથી. મેં તરત જ પંદર કિલો વજન વધાર્યું હતું, કારણ કે મારે અમરજોત જેવા દેખાવાનું હતું. તેઓ પ્રેગ્નન્સી દરમ્યાન પણ શો કરતાં હતાં અને મારે એ પાર્ટ ભજવવાનો હતો.’ ,

- Advertisement -
- Advertisement -