- Advertisement -

Suryakumarએ ટી20માં મચાવી ધમાલ, એકસાથે તોડ્યો રોહિત અને રૈનાનો રેકોર્ડ

- Advertisement -

MI vs RCBની મેચમાં સૂર્યાએ 19 બોલમાં 52 રન બનાવ્યા
ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રનનો રેકોર્ડ બાબર આઝમના નામે
ભારત માટે T-20માં સૌથી ઝડપી 7000 રનનો રેકોર્ડ કેએલ રાહુલના નામે
MI vs RCBની મેચમાં સૂર્યકુમાર યાદવે ખાસ અંદાજમાં બેટિંગ કરીને પોતાનો કમાલ દેખાડી દીધો છે. ફેન્સ તેમના આ પરફોર્મન્સથી ખુશ છે. સૂર્યાએ જે અંદાજમાં બેટિંગ કરી છે તેને ફેન્સ ની સાથે વિશ્વ ક્રિકેટને પણ હેરાન કર્યા છે.

- Advertisement -

સૂર્યાએ મેચમાં ફક્ત 17 બોલમાં અર્ધશતક બનાવી દીધો છે અને સાથે જ કુલ 19 બોલમાં 52 રન બનાવવામાં સફળ રહ્યા છે. તેઓએ પોતાની ઈનિંગમાં 5 ફોર અને 4 સિક્સ ફટકારી છે. તોફાની ઈનિંગમાં સૂર્યાએ 7000 રન પૂરા કર્યા છે. ભારતની તરફથી ટી20માં 7000થી વધુ રન બનાવનારા સૂર્યા 9મા બેટ્સમેન બન્યા છે. આ સિવાય વધારે ઈનિંગમાં રોહિત શર્મા અને સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી દીધો છે. સૂર્યકુમાર ટી20માં ભારતના સૌથી વધુ 7000 રન બનાવનારા ચોથા બેટ્સમેન બન્યા છે. આવું કરનાર બેટ્સમેનમાં રોહિત શર્મા, સુરેશ રૈના યાદવથી પાછળ રહ્યા છે. સૂર્યાએ ટી20માં પોતાના 7000 રન 249મા ઈનિંગમાં પૂરા કર્યા છે. રોહિતે 7000 ટી20 રન 258ની પારીમાં પૂરા કર્યા છે. આ સિવાય સુરેશ રૈનાએ 7000 ટી20 રન 251 ઈનિંગમાં પૂરા કરવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -

ટી20માં સૌથી ઝડપથી આ રેકોર્ડ બનાવનાર કેએલ રાહુલ

- Advertisement -

ભારત માટે T-20માં સૌથી ઝડપી 7000 રન બનાવવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. રાહુલે પોતાની T20 કારકિર્દીની 197મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પછી વિરાટ કોહલી બીજા નંબર પર છે. કોહલીએ 212 ઇનિંગ્સમાં 7000 T-20 રન પૂરા કર્યા હતા.

સૌથી ઝડપી 7000 T20 પૂરી કરનાર ભારતીય બેટ્સમેના નામ

કેએલ રાહુલ- 197- ઇનિંગ્સ
વિરાટ કોહલી -212- ઇનિંગ્સ
શિખર ધવન -246- ઇનિંગ્સ
સૂર્યકુમાર યાદવ -249- ઇનિંગ્સ
સુરેશ રૈના -251- ઇનિંગ્સ
રોહિત શર્મા -258 – ઇનિંગ્સ
સૌથી ઝડપી 7000 રન બનાવનાર ખેલાડીઓ

ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવવાનો રેકોર્ડ બાબર આઝમના નામે છે. બાબર ટી-20 ક્રિકેટમાં 187 ઇનિંગ્સમાં 7000 રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. ક્રિસ ગેલ બીજા નંબર પર છે. ગેઈલે 192મી ઈનિંગમાં 7000 રન પૂરા કર્યા હતા. ત્રીજા નંબર પર કેએલ રાહુલ છે જેણે 197 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

12313 – વિરાટ કોહલી
11312 – રોહિત શર્મા
9783 – શિખર ધવન
8654 – સુરેશ રૈના
7309 – એમએસ ધોની
7272 – રોબિન ઉથપ્પા
7224 – દિનેશ કાર્તિક
7192 – કેએલ રાહુલ
7021- સૂર્યકુમાર યાદવ

- Advertisement -
- Advertisement -