- Advertisement -

આદ્યશક્તિની આરાધનાના પાંચમાં દિવસે કરો સ્કંદમાતાની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને સિદ્ધ ઉપાય

- Advertisement -

નવરાત્રી એ દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. એવું માનવામાં આવે છે કે માતાજી આ દિવસોમાં પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોનું કલ્યાણ કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.

- Advertisement -

આજે શનિવાર, 13 એપ્રિલ ચૈત્ર નવરાત્રીનો પાંચમો દિવસ છે અને આજે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે.

- Advertisement -

તે સ્કંદ કુમાર કાર્તિકેયની માતા છે, જેના કારણે તેમને સ્કંદમાતા પણ કહેવામાં આવે છે. બાળ સ્વરૂપમાં ભગવાન સ્કંદ તેમના ખોળામાં બિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળના પ્રમુખ દેવતા છે, તેથી જે તેમની પૂજા કરે છે તે અલૌકિક રીતે તેજસ્વી બને છે.

- Advertisement -

જે ભક્ત એકાગ્ર અને શુદ્ધ મનથી દેવીની આરાધના કરે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને આવા ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે આજે કેવી રીતે દેવી સ્કંદમાતાની પૂજા કરવી.

બ્રહ્મ મુહૂર્ત: 04:28 AM થી 05:13 AM
અભિજિત મુહૂર્ત: 11:56 AM થી 12:47 PM
શુભ સમય: 07:34 AM થી 09:10 AM

આ દિવસે શોભન અને રવિયોગમાં સ્કંદમાતાનું પૂજન કરવામાં આવશે. આજે શોભન યોગ સૂર્યોદયથી બપોરે 12:34 સુધી છે, જ્યારે રવિ યોગ આજે સવારે 05:58 થી 09:15 સુધી છે. શુભ કાર્યો કરવા માટે શોભન અને રવિ યોગ સારો માનવામાં આવે છે.

સ્કંદમાતાની પૂજા કરવા માટે સૌથી પહેલા એક સ્વચ્છ બાજોઠ લો, તેના પર કપડું ફેલાવો અને માતાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરીને સ્થળને શુદ્ધ કરો. હવે ફોટાની પાસે જળથી કળશ ભરો અને તેની સામે એક નાળિયેર પણ રાખો. હવે પંચોપચાર વિધિથી પૂજા શરૂ કરો.

ધ્યાન રાખો કે પીળા વસ્ત્રો ધારણ કરીને સ્કંદમાતાની પૂજા કરવી શુભ છે. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવો, માતાને ફળ, ફૂલ વગેરે અર્પણ કર્યા પછી પાંચ પ્રકારની મીઠાઈઓ અને કેળાં ચઢાવો. પૂજા પછી આરતી કરો અને દરેકમાં પ્રસાદ વહેંચો. આ રીતે પૂજા કરવાથી સ્કંદમાતાના આશીર્વાદ મળે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -