- Advertisement -

કાન્સ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મને એન્ટ્રી

- Advertisement -

30 વર્ષ બાદ આવી ગૌરવપ્રદ ક્ષણ , પાયલ કાપડિયા નિર્દેશીત ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ’ રજુ થશે

- Advertisement -

30 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી પોતાનું સ્થાન બનાવ્યું છે, આ ફિલ્મનું નામ ‘ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ’ છેદર વર્ષની જેમ આ વખતે પણ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે જે 14મી મેથી 25મી મે સુધી ચાલશે.

- Advertisement -

આ વખતનું કાન્સ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ બનવાનું છે કારણ કે 30 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

- Advertisement -

આ ફિલ્મનું નામ ‘ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ’ છે, જેનું નિર્દેશન પાયલ કાપડિયાએ કર્યું છે. પાયલ કાપડિયાએ દેશને ગૌરવ અપાવ્યું છે કારણ કે ત્રણ દાયકા પછી ભારતીયોને આ સુવર્ણ તક મળી છે. તમને જણાવી દઈએ કે 11 એપ્રિલે પેરિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આની જાહેરાત કરવામાં આવી હતી.

આ પહેલા 1994માં શાજી એન કરુણ દ્વારા નિર્દેશિત ભારતીય ફિલ્મ ‘સ્વહમ’ને કાન્સમાં તક મળી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાયલ કાપડિયાની ફિલ્મ કાન્સ માટે પસંદ કરવામાં આવી હોય. અગાઉ, પાયલ કાપડિયાની ડોક્યુમેન્ટ્રી ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’એ 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓઈલ ડી’ઓર (ગોલ્ડન આઈ) એવોર્ડ જીત્યો હતો.

ફિલ્મની વાર્તા કેવી છે?

‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ વિશે વાત કરીએ તો આ ફિલ્મ પ્રભા નામની નર્સની વાર્તા દર્શાવે છે, જેને ઘણા વર્ષો પછી તેના પતિ તરફથી ભેટ મળે છે. પ્રભાના તેના પતિ સાથે સારા સંબંધો નથી અને તે તેના પતિથી અલગ રહે છે. આવી સ્થિતિમાં પ્રભા લાંબા સમય પછી પતિ તરફથી મળેલી ભેટથી થોડી અસહજ થઈ જાય છે. એક દિવસ પ્રભા અને તેની રૂમમેટ ટ્રિપ પર જાય છે, જ્યાં તેમનું આખું જીવન બદલાઈ જાય છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 77 વર્ષથી ચાલી રહેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી સિનેમા પ્રદર્શિત થાય છે.આ વખતે ભારતને આ ગૌરવપ્રદ સ્થાન ફરી મળ્યું છે અને ચાહકો હવે એવોર્ડની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -