- Advertisement -

લગ્ન પહેલાં થોડો સમય લિવ-ઈનમાં ચોક્કસ રહો : ઝીનત અમાન

- Advertisement -

વીતેલા જમાનાની પ્રસિધ્ધ અભિનેત્રી ઝીનત અમાન ભલે ફિલ્મોથી દૂર રહેતી હોય પણ સોશિયલ મિડિયા પર તે પોતાનાં ફેન્સ સાથે જોડાયેલી રહી છે. તે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૂની ફિલ્મોની યાદો તાજા કરે છે, તો ક્યારેક પોતાની ખૂબસુરત તસવીરો પણ શેર કરે છે.

- Advertisement -

ઝીનતનું માનવું છે કે લગ્ન પહેલાં દરેક વ્યક્તિએ પોતાના ભાવિ જીવનસાથી સાથે થોડો સમય લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું જોઈએ.

- Advertisement -

ઝીનત અમાન અત્યારે 72 વર્ષની છે અને તેની યુવાની દરમિયાન અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ‘ડોન’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ધરમ વીર’ અને ‘લાવારિસ’ જેવી ફિલ્મો માટે જાણીતી ઝીનત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રિલેશનશીપ વિશે પોતાનાં બોલ્ડ અભિપ્રાય આપ્યા હતા અને સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

- Advertisement -

ઝીનત અમાને તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે તમારામાંથી કોઈએ મને મારી પાછલી પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રિલેશનશિપ અંગેની સલાહ આપવાનું સૂચન કર્યું હતું. હું મારો અંગત અભિપ્રાય શેર કરી રહી છું. જો તમે રિલેશનશિપમાં હોવ તો હું સૂચન કરીશ કે તમારે દરેક પરિસ્થિતિમાં લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું જોઈએ. મેં મારા દીકરાઓને પણ આ જ સલાહ આપી છે, જેઓ બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં છે.

ઝીનત અમાને પોતાની પોસ્ટમાં વિસ્તારથી લખ્યું છે કે મને આ ખૂબ જ તાર્કિક લાગે છે કે બંને લોકોના પરિવારો પણ આ મુદ્દે ચર્ચામાં સામેલ થાય. ‘કુરબાની’ ફેમ અભિનેત્રી જણાવે છે કે દિવસમાં થોડા કલાકો માટે પોતાને સુંદર દેખાડવું સહેલું હોય છે. પરંતુ શું તમે બાથરૂમ શેર કરી શકો છો? શું તમે એકબીજાના ગેરવાજબી ગુસ્સાને સહન કરી શકો છો? દરરોજ ડીનરમાં શું ખાવું, એ બાબતે તમે સહમતિ સાધી શકો છો?

ઝીનતે આગળ લખ્યું છે કે એ જાણવું જરૂરી છે કે શું તમે બેડરૂમમાં એકબીજા પ્રત્યે સમાન ઉત્સુકતા મેઇન્ટેઇન કરી શકો છો? લાખો નાની-મોટી બાબતો પર થતી તકરારો ઉકેલવામાં તમે સક્ષમ છો? જે સામાન્ય રીતે ત્યારે જ ઉદભવે છે જ્યારે બે લોકો એક સાથે રહેવાનું શરૂ કરે છે. સરળ ભાષામાં કહીએ તો, શું તમે બંને એકબીજા માટે યોગ્ય છો? હું સમજું છું કે ભારતીય સમાજ લગ્ન પહેલાં સાથે રહેવાને પાપ ગણે છે, પણ ફરી પાછી એજ વાત આવી જાય છે, કે આપણો સમાજ તો ઘણી બધી બાબતોને પાપ ગણે છે.

- Advertisement -
- Advertisement -