- Advertisement -

ખરો વર્લ્ડ કપ તો વન-ડેનો છે અને એ જીતવો છે

- Advertisement -

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હાર બાદથી ચાલી રહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની ચર્ચા વિશે યુટ્યુબ ચૅટ-શો ‘બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન્સ’માં દિલ ખોલીને વાત કરી હતી. હજી થોડાંક વધુ વર્ષ સુધી રમતા રહેવાની અને ૨૦૨૭માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રોહિત હજી ગયા વર્ષે ઘરઆંગણે રમાયેલા વન-ડે કપની ફાઇનલની હારને ભૂલી શક્યો નથી અને ૨૦૨૭માં વધુ એક વાર પ્રયાસ કરીને વર્લ્ડ ચૅમ્પિયન બનીને જ તે રિટાયર થવા માગે છે.

- Advertisement -

રિટાયરમેન્ટની ચર્ચા વિશે રોહિતે કહ્યું હતું કે ‘રિટાયરમેન્ટ વિશે મેં હજી વધુ વિચાર નથી કર્યો, પણ હું જાણતો નથી લાઇફ આગળ મને ક્યાં લઈ જશે. અત્યારે હું સારું રમી રહ્યો છું અને હજી થોડાં વર્ષો રમતા રહેવાનું વિચારી રહ્યો છું. હું ખરેખર વર્લ્ડ કપ જીતવા માગું છું. આવતા વર્ષે લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે અને મને આશા છે કે એમાં આપણે ફરી રમીશું.’

- Advertisement -

૫૦ ઓવરનો વર્લ્ડ કપ જ ખરો વર્લ્ડ કપ છે એમ જણાવતાં રોહિતે કહ્યું હતું કે ‘આપણે ૫૦ ઓવરના વર્લ્ડ કપને જ જોઈને મોટા થયા છીએ. ૨૦૨૩માં આપણે ઘરઆંગણે રમી રહ્યા હતા અને ફાઇનલ સુધી ખૂબ સારું રમ્યા હતા. સેમી ફાઇનલની જીત બાદ મને લાગ્યું હતું કે વર્લ્ડ ચૅમ્પિયન બનવાથી હવે આપણે ફક્ત એક ડગલું દૂર છીએ, પણ એ દિવસ આપણો નહોતો. મને નથી લાગતું કે આપણે ફાઇનલમાં પણ કંઈ ખરાબ રમ્યા હોઈએ.’

- Advertisement -
- Advertisement -